રાજકોટ
News of Saturday, 1st October 2022

જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ગરબી મંડળમાં સ્‍વીપ પ્રોગ્રામ

રાજકોટ તા. ૧ : આગામી વિઘાનસભાની સામાન્‍ય ચૂંટણીને ધ્‍યાનમાં રાખી લોકો વધુને વધુ મતદાન કરવા બાબતે પ્રેરીત થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્‍યા હતા.

 સિસ્‍ટેમેટિક વોટર્સ એજ્‍યુકેશન એન્‍ડ ઇલેક્‍ટ્રોલ પાર્ટીશિપેશન (સ્‍વિપ) પ્રોગ્રામ અંતર્ગત યુવાનો મતદાન કરે એ સંબંધે રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ગરબી મંડળમાં મતદાન જાગળતિ અભિયાન યોજાયો હતો. રાજકોટ જિલ્લામાં વિવિધ સ્‍થળોએ નવરાત્રિના તહેવાર દરમ્‍યાન જાહેર સ્‍થળોએ મતદાન જાગળતિ અંગેના કાર્યક્રમો યોજાયા. રાજકોટ ખાતે ઘોળકીયા સ્‍કુલ તેમજ લાલબહાદુર શાષાી સ્‍કુલ ખાતે મતદાન જાગળતિ બાબતે ગરબા પણ રમવામાં આવ્‍યા હતા તેમજ ઈ.વી.એમ. - વી.વી.પેટનું નિદર્શન ટીમો દ્વારા કરવામાં આવ્‍યું હતું. જાહેર જનતાને મતદાન કરવું તેની સમજૂતી આપવામાં આવી હતી. યુવાનોને મતદાન કરવાની પધ્‍ધતિ અને મતદાનનું મહત્‍વ ધોરાજી તથા ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા મતદાન અંગે જાગળતી અંગેનો કાર્યક્રમ યોજાયા હતો. ધોરાજીના મહાકાળી ગરબી મંડળ અને વિંછીયા દરબારગઢ ચોક ખાતેની ગરબીમાં સ્‍ટેશન રોડ ખાતે મામલતદાર કચેરીના સ્‍ટાફ હાજર રહી મતદાન જાગળતિ અંગે માર્ગદર્શન આપેલ હતા તથા  ઈ.વી.એમ.-વી.વી.પેટ મશીનના નિદર્શન માટેનો સ્‍ટોલ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્‍યામાં લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(3:45 pm IST)