રાજકોટ
News of Thursday, 1st October 2020

ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજીએ આપ્યો સંદેશ

હર રાત કી સુબહ હોતી હૈ...કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જ

રાજકોટ : ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની મહામારીના સમયમાં રાજકોટવાસીઓને તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, સમગ્ર વિશ્વની સાથે ભારતવર્ષ પણ આજે કોવીડ - ૧૯ સામે લડી રહયું છે, અને પ્રત્યેક વ્યકિત મહામારીથી ભયભીત બની તેમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહયો છે, આજે આપણે કોરોનાના કારણે એટલા ગભરાઈ ગયા છીએ કે, આપણને તેનાથી ભય લાગવા માંડયો છે.  તેવા સમયમાં મારે રાજકોટના લોકોને કહેવું છે કે, હર રાત કી એક સુબહ હોતી હૈ ! કોરોના મહામારીરૂપી અંધકાર દૂર થશે અને આ સમય પણ જતો રહેશે.

કોરોનાથી ગભરાવવાનું જરા પણ નથી. હાલના સમયમાં સરકાર દ્વારા વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહયાં છે, ત્યારે આપણે તેનો અચૂક લાભ લઈ આપણો કોરોના ટેસ્ટ કરાવીએ. કોરોનાની દવા બનાવવાનું કાર્ય થઈ રહયું છે, જયાં સુધી કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી કામ સિવાય બહાર ન નીકળીએ. ઘરમાં જ રહેશુ તો સ્વસ્થ રહેશું. અને આપણે સ્વસ્થ રહેશું તો બહુ જલ્દી 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:44 pm IST)