રાજકોટ
News of Wednesday, 1st September 2021

શાસ્ત્રી મેદાન અને લોહાનગરમાંથી ફિરોઝ, રમેશ, સંજય અને મહેમૂદ છરી સાથે પકડાયા

રાજકોટઃ શાસ્ત્રી મેદાન સામેના રોડ પરથી તેમજ મેદાન અંદરથી એ-ડિવીઝન પોલીસે ફિરોઝ મહમદભાઇ જુણાચ  (રહે. આર.એમ.સી. ક્વાર્ટર, નાના મવા ચોકડી), રમેશ લક્ષમણભાઇ મુંધવા (રહે. પોપટપરા-૯/૧૪), સંજય હરજીભાઇ પરમાર (રહે. સેન્ટ્રલ જેલ પાછળ રૂખડીયાપરા-૭) તથા મહેમૂદ સલિમભાઇ મોટાણી (રહે. ગાયકવાડી-૬)ને લોહાનગરમાંથી એ-ડિવીઝન પોલીસ મથકના બી. વી. ગોહિલએચ. આર. ચાનીયા, મેરૂભા ઝાલચ, સાગરદાન દાંતી, જયરાજસિંહ કોટીલા, હરપાલસિંહ જાડેજા, વી. ડી. ઝાલા સહિતે પકડી લીધા હતાં.

(11:03 am IST)