રાજકોટ
News of Sunday, 1st August 2021

ડી.સી.પી. ઝોન- ૨ના માર્ગદર્શન હેઠળ પ્ર. નગર અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ દારૂની ડ્રાઈવ યોજી: 8 પકડાયા, લિસ્ટેડ બુટલેગરોને ચેક કરાયા

રાજકોટઃ શહેરમાં સવારે ડીસીપી ઝોન 2ની સૂચના હેઠળ પ્ર. નગર અને યુનિવર્સિટી પોલીસે દારૂની ડ્રાઈવ યોજી મહિલાઓ સહિત 8ને પકડી લીધા હતા. સવારના કલાક ૦૬/૦૦ વાગ્યાથી ૦૮/૦૦ વાગ્યા સુધી  ડ્રાઈવ રાખવામા આવેલ જે ડ્રાઈવ દરમ્યાન પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 5ને દારૂ સાથે પકડી લેવાયા હતા. જ્યારે યુનિવર્સિટી પોલીસે 3 કેસ કર્યા હતા.

  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન-ર વિભાગમા આવતા પોલીસ સ્ટેશનમા વહેલી સવારમા પ્રોહી ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને એસીપી પી. કે. દિયોરાની સુચનાથી પ્ર.નગર પો.સ્ટે.તથા યુનિવર્સિટી પો.સ્ટેશન વિસ્તારમાં  દારૂની  પ્રવૃતી કરતા ઈસમો ઉપર સફળ રેઈડ કરી કરાઈ હતી.

આ કામગીરી પીઆઇ એલ.એલ.ચાવડા, પો.સ.ઈ. કે.ડી.પટેલ સા. તથા પો.સ.ઈ. બી.વી.બોરીસાગર સા. તથા ડી સ્ટાફના માણસો તથા જંકશન પો.ચોકીના સ્ટાફ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પીઆઇ  એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.બી.વોરા, ડી સ્ટાફ તથા રૈયાધાર પોલીસ ચોકી સ્ટાફ, પંચાયતનગર પોલીસ ચોકી સ્ટાફ દ્વારા થઈ હતી.

(10:53 am IST)