રાજકોટ
News of Sunday, 1st August 2021

૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ ચોકથી ખીજડાવાળા રોડ તરફ જતા રસ્તા ઉપરથી 1.97 લાખનો દારૂ ભરેલી હોન્ડા સીટી કાર સાથે ચંદ્રેશ ઉર્ફે કાળિયો સહિત 3ને પકડી લેતી શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તથા ડી.સી.પી.ઝોન-૧ શ્રી પ્રવીણકુમાર મીણા  તથા ડી.સી.પી.ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા  તથા એ. સી. પી. શ્રી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચનાથી અમો પોલીસ ઇન્સ.વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોનસ. ધીરેનભાઇ માલકીયા તથા પો.કોન્સ. મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીસ્થસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, દિપકભાઇ ડાંગર, સંજયમાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા તથા જયપાલસિંહ ઝાલા વિગેરે રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. કિરતસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક, દિપકભાઇ ડાંગર તથા જયપાલસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ ચોકકસ હકિકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ ચોક થી ખીજડાવાળા રોડ તરફ જતા રસ્તા ઉપર હોન્ડા સીટી કાર નં. જીજે૦૫સીજી. -૯૬૪૫ પકડી લઈ અંદરથી દારૂની   રૂ.૯૩,૨૦૦ની 324  બોટલો કબ્જે કરી ત્રણ શખ્સો (૧) ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉં (ઉ.વ ૩૫ ધંધો, મજુરી રહે, કોઠારીયા ચોકડી, બ્રહમાણી એલવાળી શેરી, ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી રાજકોટ) (ર) સંજય ગોરધનભાઇ કંબોયા (ઉ.વ ૨૭ ધંધો મજૂરી રહે દુધસાગર રોડ, શીવાજનગર શેરીનો ખુણો રાજકોટ) અને (૩) સામત રામભાઇ જસળ (ઉ.વ. ૩૬ ધંધો મજુરી , કોટારીયા મેઇન રોડ, દેવપરા પાસે, વિવેકાનંદનગર શેરી નં ૪)ને પકડી લીધા છે.

દારૂ અને કાર મળી કુલ ૧,૯૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ કામગીરી  હેડ કોન્સ. ધીરેનભાઇ માલકીયા તથા પો.કોન્સ. મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સૌલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા તથા જયપાલસિંહ ઝાલા સહિતે કરી હતી.

(10:45 am IST)