રાજકોટ
News of Friday, 1st July 2022

રૂપિયા પડાવવા હનીટ્રેપનો કારસો રચી ગેંગરેપની ફરીયાદમાં આરોપીની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા. ૧ : રૂપિયા પડાવવા હનીટ્રેપનો કારસો રચી ખોટી ગેંગ રેપની ફરિયાદ નોંધાવી ગુનો આચાર્યો હોવાના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે રદ કરી છે.
આ કેસમાં ફરિયાદની વિગત મુજબ રાજકોટના ત્રણ સિનિયર સીટીઝનને હનીટ્રેપમાં ફસાવી જેતપુર અને જૂનાગઢ રહેતી અનિતા નામની મહિલા અને તેમના સાગરીતોએ કારસો રચ્‍યો હતો. જેમાં મહિલાએ ફોનથી ફરિયાદી સિનિયર સિટીઝનનો સંપર્ક કરી શરીર સંબંધ બાંધવા તૈયારી બતાવી શરીર સંબંધ બાંધવાના રૂપિયા નક્કી કરી તા.૧/૩/૨૦૨૦ના રોજ આરોપી મહિલા રાજકોટ આવી હતી અને ત્રણેય સિનિયર સીટીઝન સાથે સ્‍વેચ્‍છાએ શરીર સંબંધ બાંધ્‍યો હતો. બાદમાં મહિલાએ ફરિયાદીને ફોન કરી રાત્રે સિવિલ હોસ્‍પિટલમાં આવવા કહ્યું હતું અને રૂપિયાની માંગણી કરી હતી. જોકે ફરિયાદી ગયા નહોતા જેથી આરોપી મહિલાએ ત્રણેય સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી.
આ બાદ હાઇકોર્ટમાં સમાધાન કરી લેવા મોટી રકમની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીના પુત્રો અને ભાઈઓએ પુરાવાઓ એકત્ર કરી પોલીસ સમક્ષ રજુ કરતા ગેંગરેપની ફરિયાદ રૂપિયા પડાવવા કરાઈ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જણાતાં, અનિતા, તેમના ગેંગના નુરાબેન, રજાકભાઈ ઇકબાલભાઈ હાલેપોતરા, ઈમ્‍તિયાઝ ઉર્ફે ઈમતું હબીબભાઈ સામે ફરિયાદ નોંધાયેલી જેમાં ઈમ્‍તિયાઝ હાલ ફરાર છે જ્‍યારે ધરપકડ થયેલા રજાકભાઈ હાલેપોતરાએ જામીન માટે અરજી કરતા સરકાર તરફે રોકાયેલા સરકારી વકીલે ધારદાર દલીલો કરેલી કે, આરોપીઓએ ગેંગરેપની ખોટી ફરિયાદ કરી હતી. આ સાથે ટાંકેલા ચુકાદાઓ ધ્‍યાને લઇ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બિનલબેન અશોકકુમાર રવેશીયા રોકાયેલા છે.

 

(4:07 pm IST)