Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઉડાન ફાઉન્ડેશન દ્વારા રવિવારે પાળ અને રાવકી ગામના છાત્રો માટે વિવિધ સ્પર્ધાઓ

વૈદિક ગણિત, સ્પોકન ઈંગ્લીશ, ડ્રોઈંગ જેવા વિવિધ વિનામૂલ્યે વર્ગો

રાજકોટ, તા. ૧૮ : છેલ્લા દસ વર્ષથી ઉડાન ફાઉન્ડશેન દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના મહિલા, યુવાનો, બાળકોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. તે અંતર્ગત આગામી તા.૨૧ના રવિવારે પાળ તથા રાવકી ગામમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. જેમાં નર્સરીથી ધો.૧૧ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક મેળવનારને ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તમામ ભાગ લેનારને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. બાપા સીતારામ ચોક તથા રાધે હોટલ ચોકને જોડતા ૪૦ ફૂટ મેઈન રોડ ખાતેના ન્યુ આકાશદીપ શેરી નં. ૧માં એકસ્ટ્રા એકિટીવીટીનું દરરોજ સાંજે ૪ થી ૭ સુધી વિનામૂલ્યે આયોજન કરેલ છે. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓને યોગા તથા અન્ય વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. બાળકો માટે વૈદિક ગણિત, સ્પોકન ઈંગ્લીશ, ડ્રોઈંગ તથા વિવિધ રમતોનું વિનામૂલ્યે પ્રેકટીકલ નોલેજ આપવામાં આવશે. વધુ વિગતો માટે મો. ૯૮૭૯૮ ૭૩૧૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં સર્વેશ્રી રામલાલભાઈ શીંગાળા, અરવિંદભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ રામાણી અને ચિરાગભાઈ ખાચરીયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:24 pm IST)