Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજકોટમાં એકસાથે ૧૨,૫૭૨ વિદ્યાર્થીઓએ કવીઝમાં એકસાથે ભાગ લીધોઃ ગિનિસ બુકમાં નામ નોંધાશે

જનરલ નોલેજ, રાજકીય, મેથેમેટીકલ વિ. પ્રશ્નો પુછાયેલ

 રાજકોટઃ તા.૧૮, રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુકભાગમાં આજરોજ  અલગ અલગ જગ્યાએ એક જ સમયે એટલે કે ૧૦.૧૫ થી ૧૧.૧૫ દરમ્યાન ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ નોંધાવવા એક કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ ધો .૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ આ કવીઝમાં ભાગ લીધેલ

સમગ્ર ડીસ્ટ્રીકટમાં થઇને ૧૨,૫૭૨ વિદ્યાર્થીઓએ આ કવીઝમાં ભાગ લીધેલ. આ કવીઝ સ્પર્ધામાં જનરલ નોલેજ, પોલીટીકસ,  મેથેમેટીકલ રીઝનીંગ જેવા વિષયો  ૫૨૪૦ પ્રશ્નો પુછવામાં આવેલ. આ સ્પર્ધા કડવીબાઇ વિરાણી સ્કુલ ખાતે યોજવામાં આવેલ અને ૫૦ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ. રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તરફથી પ્રમુખ શ્રી શૈલેષ દેસાઇ, સેક્રેટરીશ્રી શૈલેષ ગોટી, ઉપપ્રમુખ શ્રીયુષભાઇ ગજેરા તથા ડાયરેકટર નીતાબેન મોટલા ઉપસ્થિત રહયા હતા.

કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય તરફથી વર્ષાબેન ડવ તથા તેમની ટીમ તરફથી સહકાર મળેલો તથા કવીઝ સફળતા પૂર્વક પુર્ણ કરવામાં આવી.

રોટરી  ડીસ્ટ્રીકટ ૩૦૬૦ તરફથી સ્કુલને તથા દરેક વિદ્યાર્થીઓને ર્સ્ટીફીકેટ વિતરણ કરવામાં આવશે.

(4:24 pm IST)