Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ન્યુ રાજકોટમાં બાકી મિલ્કત વેરો વસુલવા વેરા શાખાએ ધોકો પછાડયોઃ પ મિલ્કત જપ્તીની નોટીસ

રાજકોટ તા. ૧૮: કોર્પોરેશનની ટેકસ શાખા દ્વારા બાકી મિલ્કત વેરા વસુલવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વેસ્ટ ઝોનના ૧પ૦ ફુટ રીંગ રોડ, નાના મવા, વિસ્તારમાં પ મિલ્કતોનો બાકી વેરો વસુલવા જપ્તીની નોટીસ તથા ૧ મિલ્કત સીલ કરવામાં આવી છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં સરદારનગર તથા ટાગોર રોડ પરથી ર મિલકત સીલ કરવામાં આવી છે. આજે ૧ર લાખની વસુલાત કરવામાં આવી હોવાનું તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:19 pm IST)