Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રૈયા રોડ, મવડી, ઢેબર રોડ સહિતના વિસ્તારમાં નડતરરૂપ ૨૨ રેકડી-કેબીનના દબાણો દુર

રાજકોટ,તા.૧૮: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૨૨ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૨૬૦ કિલો  શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ ૧૮ હજારનો વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની જગ્યા રોકણ શાખા દ્વારા રસ્તા પર નડતર ૨૦ રેંકડી-કેબીનો છોટુનગર, જંકશન રોડ, પેડક રોડ, મવડી ચોકડી, જયુબેલી માર્કેટ, પરાબજાર ચોક, ઢેબર રોડ વન-વે વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૦૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જૂની કલેકટર કચેરી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૨૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, ધરાર માર્કેટ, જૂની કલેકટર કચેરી રોડ, પારેવડી ચોક, શનિવારી બજાર, પટેલ કન્યા છાત્રાલય પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, કુલ ૩૫ કી.ગ્રા. ધાસચારો-લીલું-ફૂલ પારેવડી ચોકમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, તેમજ રૂ/- ૧૮,૩૫૦ વહીવટી ચાર્જ રૈયા રોડ, રામાપીર ચોકડી, હવેલી ચોક, પેલેસ રોડ, કોઠારીયા નાકા, કોઠારીયા ચોક પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના ૦૪ હોકર્સ ઝોન મોરબી રોડ, પાંજરાપોળ, ભાવનગર ચોકડી, એસ્ટ્રોન ચોક હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:19 pm IST)