Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'કુમાર' મેગેઝિન માટે એક હૃદયસ્પર્શી અપીલ

આવતીકાલના નાગરિકોનું ઘડતર કરતી યુનિવર્સિટી જેવા

રાજકોટ તા. ૧૮ : ઇ. સ. ૧૯૨૪થી લગભગ એક સદીને આરે પહોચેલું 'કુમાર' મેગેઝીન ગુજરાતી ભાષાનું એક વિશિષ્ટ અને તેના નામ પ્રમાણે આવતીકાલના નાગરિકોનું ઘડતર કરનારું સૌથી ખ્યાતિ પ્રાપ્ત કલાસિક ગુજરાતી મેગેઝીન છે. તે સાહિત્ય, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, જીવન ચરિત્ર, કળા, પ્રવાસ, ચલચિત્ર વગેરેની રસપ્રદ માહિતી વાંચકોને પુરી પાડે છે. ગુજરાતી પ્રજાજીવનને અનેક કલાકારો કુમારે આપ્યા છે. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ અને સંપાદનકલાના મહાન ગિરિશિખર સમા બચુભાઈ રાવતે ભારતની સર્વ પ્રાદેશિક ભાષાઓના સામયિકોમાં અલગ જ ભાત પાડનારા કુમાર માટે જીવન સમર્પણ કર્યું હતું.

આ 'કુમાર' મેગેઝિન (માસિક) તથા ગુજરાતી કવિતાઓ, ગઝલો, ગીતો વગેરે પીરસતું તેનું પેટા મેગેઝીન 'કવિલોક' (દ્વિમાસિક) ધીરુ પરીખ જેવા પ્રગલ્ભ તંત્રી અને સાહિત્યકાર અવિરત સંભાળી રહ્યા છે. અત્યારે વાચકોના અભાવે આ બન્ને મેગેઝિનો આર્થિક રીતે ડિજિટલ યુગનો માર સહન કરી રહયાં છે. આપણી ગુજરાતી ભાષાએ આ સંસ્કૃતિનું ઘડતર કરતા અને લોકજીવનના મહાનદમાં કલાઝરણ રૂપે સંમિલિત થઈ જતાં મેગેઝિનોનેે ટકાવી રાખવાની તાતી જરૂર છે.

આથી આપ સૌ મિત્રોને અપીલ છે કે આમાંના એક કે બંને મેગેઝિનનું લવાજમ ભરી તેમનાં અસ્તિત્વના બચાવ અર્થે યોગદાન આપો અને પોતાનાં મિત્રો અને સગાઓને પણઙ્ગ તેમ કરવા પ્રોત્સાહિત કરો.

'કુમાર'નું વાર્ષિક લવાજમ રૂ.૩૦૦ અને કવિલોક વાર્ષિક લવાજમ રૂ.૧૫૦ છે. બંને મેગેઝિનનું સરનામું : કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, પોલીસ ચોકીની પાછળ, બઉવાની પોળ સામે, અમદાવાદ-૧. (ફોન : ૨૨૧૪૩૭૪૫) વોટ્સએપ : ૯૮૯૮૬૬૫૬૭૦ છે. આ મેસેજને અચૂક આગળ ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી.

કર્ટસી : જ્વલંત છાયા

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭

(સોશ્યલ મિડીયામાંથી સાભાર)

(4:18 pm IST)