Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સેમસંગના વાઈસ પ્રેસીડેન્ટ બીઆન અને પ્રોડકટ હેડ ચેંગમેન લી રાજકોટમાં

વિવિધ ડીલર્સ અને ડીસ્ટીબ્યુટર્સની મુલાકાત લીધીઃ વ્યવસ્થા નિહાળી ખુશ

રાજકોટઃ શહેરની પ્રતિષ્ઠિત અને મોબાઈલ શ્રેત્રની ક્રાંતિકારી પેઢી એક્રોસ પોલીમર્સ પ્રા.લી.નાં આંગણે સાઉથ કોરીયાથી સેમસંગ ઈન્ડિયા ઈલેકટ્રોનિકસ પ્રા.લી.નાં વાઈસ પ્રેસિડન્ટ બ્રિઆન કીમ તથા પ્રોડકટ હેડ શ્રી ચેન્ગમેન લી તથા સેમસંગ કંપનીનાં નેશનલ ડિસ્ટ્રીબ્યુટર્સ શ્રી ગોવિંદભાઈ ઉત્તમચંદાણી (મોબાઈલ ગુરૂ) રાજકોટ મોબાઈલ, કૌશલ પટેલ અને જીતેન પટેલ માર્કેટમાં વિવિધ ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ વગેરેની મુલાકાત લીધેલ અને સેમસંગ મોબાઈલ કંપનીનું ૨૦૧૮નાં વર્ષનું આયોજન, નવા મોડેલ્સની હારમાળા તથા બીઝનેસ સ્ટ્રેટેજી સર્વોતમ અને સર્વોચ્ચ તબકકે જાળવી રાખવા માટે અપીલ કરેલ છે. ઉપરાતં કંપની કે જેને ૨૦૧૭ના વર્ષમાં મોસ્ટ ટ્રસ્ટેટ બ્રાન્ડનો એવોર્ડ મેળવેલ છે. અંતમાં તમામ સેમસંગ મોબાઈલ યુઝર્સ, ડીલર્સ, સ્ટાફ વગેરેનો સાથ- સહયોગ મળતો રહે તેનો આભાર માનેલ હતો.

(4:18 pm IST)