Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજકોટ નોટરી એસોસીએશનની વાર્ષિક સભા યોજાઇ

ભકિતનગર પોલીસ સ્‍ટેશનને એવોર્ડ મળતા પીઆઇ ગઢવી સહીતનાનું સન્‍માન કરાયુઃ ડી. જજ આર.કે.દેસાઇ પો.કમિ. ગેહલોત, અભયભાઇ ભારદ્વાજની ઉપસ્‍થિતિઃ નોટરી વકીલોના પ્રશ્ને થયેલ ચર્ચા

રાજકોટ, તા., ૧૮: રાજકોટ જાહેર નોટરી એસોસીએશન દ્વારા યોજાયેલ વાર્ષિક  સાધારણ સભા તથા કલેઇમ બારના સહયોગ સાથે યોજાઇ ગયેલ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટના ડીસ્‍ટ્રીકટ જજશ્રી દેસાઇ રાજકોટના પો.કમી. શ્રી ગેહલોત, લો કમીશનના સદસ્‍ય અભય ભારદ્વાજ, પીઆઇ ગઢવીના સત્‍કાર સમારંભમાં તમામ મહાનુભાવો હાજર રહેલ હતા.

આ કાર્યક્રમમાં રાજકોટમાં કાયદો અને વ્‍યવસ્‍થા તથા રાજકોટ શહેરમાં પો.કમી. ગેહલોતની નિમણુંક બાદ કડક કાર્યવાહી થયેલ હોય તથા નેશનલ લેવલે તથા ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ભકિતનગર પોલીસ સ્‍ટેશનને બેસ્‍ટ પોલીસ સ્‍ટેશનનો એવોર્ડ મળતા તેના પો.ઇન્‍સ્‍પેકટર વી.કે.ગઢવી તથા કલેઇમ બારના સુનીલ મોઢા, જે.જે.ત્રિવેદી અને રવિ ગોંડલીયા દ્વારા વિવિધ કંપનીઓ દ્વારા વિશિષ્‍ટ કામગીરી બજાવવા બદલ તેમનો સન્‍માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી દેસાઇનું સન્‍માન દિલીપભાઇ પટેલ તથા હિતેશભાઇ દવે દ્વારા કરવામાં આવેલ હતું. પોલીસ કમિશ્નર શ્રી ગેહલોતનું સન્‍માન નોટરી એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ આહયા, પ્રકાશસિંહ ગોહીલ, જે.જી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ તથા પો.ઇન્‍સ. ગઢવીનું સન્‍માન નોટરી એસોસીએશનના જે.વી.ગાંગાણી, એ.ટી.જાડેજા, બીપીન ગાંધી, જયેશ જાની દ્વારા કરવામાં આવેલ હતુ. કલેઇમ બારના વિશિષ્‍ટ કામગીરી બદલ જે.જે.ત્રિવેદીનું ડીસ્‍ટ્રીકટ જજ શ્રી દેસાઇ તથા સુનીલ મોઢાનું પોલીસ કમિશ્નર શ્રી ગેહલોત દ્વારા તથા જય ગોંડલીયાનું સન્‍માન બાર કાઉન્‍સીલના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં દિલીપભાઇ પટેલ તરફથી કલેઇમ બારને અભયભાઇ ભારદ્વાજના હસ્‍તે પ્રમુખ રાજેશ મહેતા, જી.આર.પ્રજાપતિ, એ.કે.જોશી, આર.પી.ડોરી, અજય સેદાણીને ટીવી એનાયત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસીએશનના જયેશ બોઘરા, મનીષ ખખ્‍ખર, રેવન્‍યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ.પટેલ, એન.વી.પટેલ, ક્રિમીનલ બારના તુષાર બસલાણી, ન્‍યુ ક્રીમીનલ બારના રાજેન્‍દ્રસિંહ  ગોહીલ, મહીલા બાર એસોસીએશનના પન્નાબેન ભુત, મહેશ્વરીબેન ચૌહાણ હાજર રહેલ હતા.

પોલીસ કમિશ્નરશ્રીએ એમના પ્રવચનમાં રાજકોટ શહેરના કાયદો અને વ્‍યવસ્‍થાની ચર્ચા કરેલ તથા પોલીસ વકીલોને ખોટી રીતે કનડગત, હેરાન ન કરે તેવું પણ જણાવેલ હતું. પોલીસ ઇન્‍સ. વી.કે.ગઢગીએ તેમના સન્‍માનમાં વકીલ મંડળનો આભાર માની તેમજ તેમને બેસ્‍ટ પોલીસ સ્‍ટેશન કયા સંદર્ભમાં મળેલ છે તેની વિસ્‍તૃત ચર્ચા કરેલ. એડવોકેટ અભય ભારદ્વાજે નવા વર્ષની બહોળી સંખ્‍યામાં હાજર રહેલ વકીલોને શુભેચ્‍છા પાઠવેલ તેમજ રાજકોટ પોલીસ દ્વારા વકીલો ઉપર જો ગુન્‍હો દાખલ થાય તો પહેલા તટસ્‍થ તપાસ કરી, બાર એસો.ને વિશ્વાસમાં લઇ ત્‍યાર બાદ જ કાર્યવાહી કરવા અનુરોધ કરેલ. રાજકોટના ડીસ્‍ટ્રી. એન્‍ડ સેસન્‍સ જજે પોતાના પ્રવચનમાં જણાવેલ કે, જજ તરીકે ફરજ બજાવતા હોય ત્‍યારે કેસ પેપર સિવાયની બારની કોઇ પણ વસ્‍તુ કે પરિસ્‍થિતિ જજ ઉપર અસર કરવી ન જોઇએ. તે રીતે મે ફરજ બજાવેલ છે. રાજકોટમાં ફરજ બજાવતા મને ખુબ આનંદ થયો છે અને વકીલોનો ખુબ સારો સહકાર આપેલ છે.

આ કાર્યક્રમને રાજકોટના જીલ્લા સરકારી વકીલો એચ.કે.વોરાએ તેમની આગવી શૈલીમાં દરેક અધિકારીની કામગીરીની લાક્ષણીકતાઓ ખુબ જ રમુજભેર રજુ કરેલ અને સફળ સંચાલન કરેલ. આ કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્‍યામાં નોટરી એસો. તથા કલેઇમ બાર. એસો.ના વકીલ-ભાઇ-બહેનો હાજર રહેલ હતા.

(4:16 pm IST)