Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

હિરાસર એરપોર્ટમાં ‘હિરાસર' ગામના ૨૭ પરીવારોના મકાનો કપાતમાં: રાજ્‍ય સરકાર પુનઃવસન હાથ ધરશે

કુલ ૨ એકર જગ્‍યા ગામની છેઃ ગામને હાઈવે ‘ટચ' જગ્‍યા આપવા કલેકટરની દરખાસ્‍ત : સીટી પ્રાંત-૨ પ્રજ્ઞેશ જાની દ્વારા એરપોર્ટ અંગે મહત્‍વની મીટીંગઃ આંગણવાડી, સ્‍કૂલ, આરોગ્‍ય કેન્‍દ્ર, બગીચો પણ બનશે

રાજકોટ, તા. ૧૮ : રાજકોટથી ૨૦ કિ.મી. દૂર અમદાવાદ હાઈવે ઉપર રાજકોટ તાલુકાના હિરાસર ગામ નજીક અદ્યતન ઈન્‍ટરનેશનલ હિરાસર એરપોર્ટ મંજુર થયુ છે. તેની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે.

આજે સીટી પ્રાંત-૨ અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા એરપોર્ટના અધિકારીઓ અને અન્‍ય મહેસુલી અધિકારીઓ સાથે હિરાસર ગામની જઈ રહેલ જગ્‍યા અંગે મહત્‍વની મીટીંગ યોજાઈ હતી. જેમાં ગામની જઈ રહેલ બે એકર જગ્‍યા અંગે મહત્‍વની મીટીંગ લેવાઈ હતી.

સાધનોના ઉમેર્યા પ્રમાણે હિરાસર એરપોર્ટમાં જે જગ્‍યા લેવાય છે, તેમા ગામની ૨ એકર જમીન પણ કપાતમાં આવે છે અને તે જગ્‍યા ઉપર ૨૭ જેટલા પરીવારોના મકાનો ઉભા છે ત્‍યાં લોકો રહે છે. આ મકાનો કપાતમાં આવતા હોય, આ લોકોના મકાનો લઈ લેવા અને તેના બદલે હિરાસર  ગામમાં હાઈવે ટચ જ બે એકર સરકારી જમીન ગ્રામ પંચાયતને ફાળવી ત્‍યાં આ ૨૭ જેટલા પરીવારોને મકાનો બનાવી દેવાશે. આ મતલબની દરખાસ્‍ત સરકારમાં કલેકટર દ્વારા એક થી બે દિ'માં મોકલાશે. આ ઉપરાંત આ ફાળવાયેલ નવી જગ્‍યા ઉપર સ્‍કૂલ, ગાર્ડન, આરોગ્‍ય કલ્‍યાણ કેન્‍દ્ર, આંગણવાડી પણ સરકાર બનાવી દેશે. આ તમામ બાબતો ફાઈનલ થયાનું અને કલેકટરને રીપોર્ટ કરાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

(4:08 pm IST)