Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સત્‍ય સાંઈ રોડ પર વરસાદી પાણી નહી ભરાયઃ ૧૮ લાખની પાઈપલાઈન નંખાશે

શનિવારે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં અધધધ... ૫૧ દરખાસ્‍તો : સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં ૩ નવા બગીચાઓઃ કોઠારીયામાં પાણીની ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક સહિત દરખાસ્‍ત

રાજકોટ, તા. ૧૮ : આગામી તા. ૨૦ને શુક્રવારે બપોરે ૧૨ વાગ્‍યે મ્‍યુ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં અધધ... ૫૧ જેટલી દરખાસ્‍તો અંગે નિર્ણયો લેવાનાર છે. જેમા સત્‍ય સાંઈ રોડ ઉપર વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્‍યા ઉકેલવા રૂ. ૧૮ લાકના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા સહીતની દરખાસ્‍તોનો સમાવેશ છે.

આ ઉપરાંત સ્‍ટેન્‍ડીંગ કમિટિ વોર્ડ નં. ૧૧માં સ્‍પીડ વેલ પાર્ટી પ્‍લોટ પાસે ૨૦ લાખના ખર્ચે બગીચો બનાવવા તથા વોર્ડ નં. ૬ મા રૂ. ૭ લાખના ખર્ચે બગીચો બનાવવા વોર્ડ નં. ૯ મા બની રહેલ મહિલા સ્‍નાનાગારમાં રૂ. ૫૦ લાખના ખર્ચે અદ્યતન છાપરૂ નાખવા તથા વોર્ડ નં. ૧૮ના કોઠારીયા વિસ્‍તારમાં પાણી વિતરણ માટે ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક ઉપરાંત નારાયણનગર હેડ વર્કસ હેઠળના વિસ્‍તારમાં પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈન નાંખવા ઝુ કન્‍સલ્‍ટન્‍ટની મુદત વધારવા સહીત કુલ ૫૧ દરખાસ્‍તો છે.

(4:06 pm IST)