Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રૈયા-મવડી ચોકડીના ઓવરબ્રીજની લંબાઇ વધારા માટે ૧પ.૧૭ કરોડ વધુ ખર્ચાશે

મવડીના બ્રીજ મુનલાઇટથી સોપાન એમ્‍પાયર સુધીનો બનશેઃ રૈયા ચોકડીનો બ્રિજ નાણાવટી ચોકની આગળથી મોદી સ્‍કુલ સુધી લંબાવાયો : બન્ને બ્રીજની લંબાઇમાં કુલ ર૦૦ મીટરનો વધારો : વધારાના ખર્ચ મંજુર કરાવવા સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત

રાજકોટ તા.૧૮ : શહેરની રૈયા ચોકડી ત્‍થા મવડી ચોકડીએ મ્‍યુ.કોર્પોરેશન દ્વારા કુલ બે ફલાયઓવર બ્રીજનું નિર્માણ ચાલુ છે હવે આ બંન્ને બ્રિજની લંબાઇ વધારવા માટે બંને બ્રીજમાં વધારાના બાંધકામ માટેકુલ રૂ.૧પ.૧૭ કરોડનો ખર્ચ મંજુર કરવા સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં દરખાસ્‍ત રજુ કરાઇ છે.

આ દરખાસ્‍ત મુજબ, મવડી ચોકડીનો ફલાય ઓવર હવે મુનલાઇટથી લઇ સોપાન એમ્‍પાયર સુધી કુલ પ૬પ મીટરનો બનશે આ ફલાય ઓવર એટલ કે ડબલ પટ્ટીનો બનશે આથીકુલ ૪ બાજુએ પ૦-પ૦ મીટરની લંબાઇ સહીત કુલ ર૦૦ મીટરની લંબાઇ વધશે અને આ માટે બ્રીજમાં કોન્‍ટ્રાકટર રાકેશ કન્‍સ્‍ટ્રકશનનો વધારાના ૭.૬૧ કરોડનો ખર્ચ આપવા દરખાસ્‍ત છે.આજ પ્રકારે રૈયા ચોકડી વાળો ફલાય ઓવર હવે નાણાવટી ચોકની આગળની બાજુએથી શરૂ થઇને મોદી સ્‍કુલ સુધીનો કુલ પર૬ મીટર લાંબો બનશે.

આ બ્રીજ પણ ડબલ પટ્ટીનો બનશે આમ તેના પણ ચારેય છેડે પ૦-પ૦ મીટર સહીત કુલ ર૦૦ મીટર જેટલો વધારો થશે. આ વધારા માટે પણ કોન્‍ટ્રાકટરને રૂ.૬.પ૬ કરોડનો વધારાનો ખર્ચ ચુકવવાની દરખાસ્‍ત છ.ેનોંધનીય છે કે મવડીના બ્રીજ માટેરૂ.રર.૬૬ કરોડમાં કોન્‍ટ્રાકટ અપાયો છે. જેમાં ઉપર વધારાના રૂ.૭.૬૧ કરોડ ચુકવાશે અને રૈયાના બ્રીજ માટે રપ.૮૦ કરોડનો કોન્‍ટ્રાકટ અપાયો છે તેના ઉપર રૂ.૭.પ૬ કરોડ ચુકવવાના થશે.

(4:06 pm IST)