Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વિધવા માતાની મરણ મૂડી સમાન ૧૫ લાખ ચાંઉ કરી પ્રોફેસર પુત્ર-પુત્રવધુનો ત્રાસ

પોણા બે લાખનો પગાર લેતા પ્રોફેસર મનીષ ઠાકર વૃદ્ધ માતાનો આધારસ્‍તંભ બનવાને બદલે છીનવી લેવા મેદાનેઃ કળયુગી કિસ્‍સો

રાજકોટ, તા. ૧૮ :. રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસે સફર ફલેટસમાં રહેતા વિધવા વૃદ્ધાની મરણ મૂડી સમાન રૂ. ૧૫ લાખ તેના જ પ્રોફેસર પુત્ર અને પુત્રવધુ ચાંઉ કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની વૃદ્ધ માતાએ પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી છે.

 

રૈયા રોડ બાપા સીતારામ ચોકમાં સફર ફલેટસ નં. ૪૦૩માં રહેતા વિધવા વૃદ્ધા શારદાબેન મુળશંકરભાઈ ઠાકર (ઉ.વ. ૭૬) એ પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જામનગર રોડ માધાપર પાસે વિનાયક વાટીકા શેરી નં. ૨, સુરેશ્વર પાર્ક શ્રેય પ્‍લોટ નં. ૫૩માં રહેતા પ્રોફેસર પુત્ર મનીષ મુળશંકરભાઈ ઠાકર અને તેની પત્‍નિ રેણુકા મનીષ ઠાકરના નામ આપ્‍યા છે. વિધવા વૃદ્ધા શારદાબેન ઠાકરે અરજીમાં જણાવ્‍યુ છે કે, પોતે હાલમાં સફર ફલેટસમાં એકલા ભાડે રહે છે અને પુત્રી દેખભાળ કરે છે. પતિ કણસાગરા મહિલા કોલેજમાં પ્રોફેસર હતા. તેનુ ગત તા. ૨૯-૧૧-૧૦ના રોજ અવસાન થયું હતું. પોતાને ત્રણ પુત્રી ને એક પુત્ર છે. મોટી પુત્રી ઈલાબેન અને સ્‍વાતીબેન રાજકોટમાં સાસરે છે અને નાની પુત્રી બીના હાલ અમેરિકા છે અને પુત્ર મનીષ મુળશંકર ઠાકર છે. તે લગ્ન બાદ અલગ તેના પરિવાર સાથે રહે છે. તે ધમસાણીયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને તેની પત્‍નિ રેણુ મનીષ ઠાકર હાઉસ વાઈફ છે. અમારા સ્‍વ. પતિ તરફે એક પુત્ર તરીકેની કોઈ જવાબદારી ક્‍યારેય તેણે નિભાવેલ નથી, માત્ર વારસાઈ મિલ્‍કતમાંથી પોતાનો પુરેપુરો લઈ લીધા પછી અમારી મિલ્‍કત અને રોકડ તથા મારા પતિના પેન્‍શનની રકમ વિશ્વાસઘાત કરી ઓળવી ગયેલ છે અને અમોને સતત ઘરેલુ હિંસા આચરી રસ્‍તે રખડતા કરી મુકેલ છે. મારા પતિએ એક વીલ' બનાવેલ જેમાં અમો હયાત છીએ ત્‍યાં સુધી કોઈ વ્‍યવસ્‍થા કરવાની ન હતી અને હયાતી બાદ તમામ મિલ્‍કતની વ્‍યવસ્‍થા કરવાની હતી, પરંતુ મારો પુત્ર યેનકેન પ્રકારે મિલ્‍કતની લાલચમાં આવી માતા તરીકેની લાગણીનો દુરૂપયોગ કરીને પુત્ર અને પુત્રવધુ પોતે તેની પુત્રી સાથે રહેતા હતા, ત્‍યાંથી પોતાની સાથે લઈ જવાનું કહીને અમારી ખૂબ દેખભાળ કરશે અને સેવા કરશે તેવા વચન અને વિશ્વાસ આપી મારા પતિની મિલ્‍કત અને રોકડનો ભાગ પાડી દેવા ફોસલાવી પતિનું અને પોતાનું કાલાવડ રોડ સ્‍વામીનારાયણ મંદિર પાસે મકાન હતુ તે મકાન લલચાવી ફોસલાવી અમો પાસે વેચાવીને પોતાનો તમામ હિસ્‍સો લઈ લીધેલો અને તે વખતે અમો હયાતીમાં જ ત્રણેય પુત્રીને પોતપોતાનો હીસ્‍સો આપી દીધો હતો. પુત્ર મનીષ ગુસ્‍સાવાળો અને જનૂની સ્‍વભાવનો છે. તે ૨૦૧૩માં પુત્ર અને પુત્રવધુને કાવતરૂ ઘડીને પોતાની મરણ મૂડીના જીવનનિર્વાહ માટેની રકમ રૂ. ૧૪,૫૦,૦૦૦ પોતાની પાસેથી ઠગાઈ કરીને લઈ લીધેલ અને જીવનભર તેની સાથે રાખશે અને સેવાચાકરી કરશે તેવુ વચન અને વિશ્વાસ આપી તેની સાથે લઈ જવાનુ કહીને પહેલા પોતાને નાગેશ્વર જૈન મંદિર, માધાપર ચોકડી પાસે આવેલ તેના ફલેટમાં પોતાને એકલા રાખી શારીરીક, માનસિક ત્રાસ આપી ઘરેલુ હિંસા આચરેલ અને પોતાનું મૃત્‍યુ નિપજાવવાનું કાવતરૂ કરી પોતાને તથા પોતાની પુત્રીને મારકુટ કરશે તેવો ભય બતાવી ગોંધી રાખેલ. નવેમ્‍બર ૨૦૧૬માં પતિની મરણ મૂડી પડાવી લીધેલ તેમાથી પુત્ર હાલમાં રહે છે. તે મકાન વિનાયક વાટીકામાં તેની સાથે રહેવા લઈ ગયેલ અને પછી રોજબરોજ પોતાના ઉપર ઘરેલુ હિંસા આચરવાનું શરૂ કરેલ અને તમે દીકરીને હિસ્‍સો શું કામ આપેલ ?' તેવુ કહીને તેનો બદલો હવે લેશે તેમ કહી ખાવા-પીવા આપતા નહી, દવા-સારવાર કરાવવા નહી, પોતાને ૨૫ વર્ષથી આર્થરાઈટીસ'ની બીમારી હોવાથી સ્‍વતંત્ર રીતે હાલીચાલી શકતા પણ નથી તેવી હાલતમાં ઘરકામ કરવા દબાણ કરતા અને ભુખ્‍યા રાખતા અને દીકરીનો હિસ્‍સો પાછો લઈને આપી દો' તેમ કહી ધમકી આપતા ભયભીત કરતો હતો. માત્ર દસેક મહિના જેટલો સમય તેની સાથે રાખી પુત્ર અને પુત્રવધુએ રોજબરોજ ઘરેલુ હિંસા આચરેલ છે અને પાંચમના દિવસે પોતાને પહેરેલ કપડે ઉંચકીને બહાર કાઢી મુકેલ અને રાજકોટમાં રહેતા પુત્રી સ્‍વાતીબેને પોતાની ફરજ સમજીને પોતાને લઈ ગયા બાદ પોતે તા. ૧-૧૧-૧૭થી આ રૈયા રોડ પરના સફર ફલેટસ નં. ૪૦૩મા ભાડે રહે છે અને આ મામલે બ્રાહ્મણ વૃદ્ધ શારદાબેન ઠાકરે કોર્ટમાં પણ ઘરેલુ હિંસા મામલે પુત્ર મનીષ મુળશંકર ઠાકર, પુત્રવધુ રેણુ મનીષ ઠાકર અને તીથી મનીષ ઠાકર, શ્રેય મનીષ ઠાકર સામે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ મુજબની દાદ માંગી છે.

(4:03 pm IST)