Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ભારત અને ઈઝરાયલના સુદૃઢ સંબંધો સર્જશે સમૃદ્ધિ અને સામર્થ્યનો સુવર્ણ ઈતિહાસ

ભારતનો સહયોગ, ખેડૂતોની મહેનત અને ઈઝરાયેલની ટેકનોલોજીના ત્રિવેણી સંગમથી ગુજરાતમાં ઈઝરાયેલ જેવો ચમત્કાર સર્જાશે : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા. ૧૬, ભારતના મિત્ર દેશ ઈઝરાયેલના વડાપ્રધાન શ્રી બેન્જામીન નેતન્યાહુની ભારત મુલાકાત પ્રસંગે, બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે થઇ રહેલા અભૂતપૂર્વ સહયોગને આવકાર આપતાં ભાજપના  અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ઈઝરાયેલના અપ્રતિમ કૃષિ વિકાસનો દાખલો લઇ ઘરઆંગણે ખેતીના વિકાસ માટે ઈઝરાયેલની વિવિધ ટેકનિકો અપનાવવાની હાકલ કરી છે. તેમણે જણાવ્યું છે કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલને કારણે ભારત-ઇઝરાયેલ સંબંધો શ્રેષ્ઠ તબક્કે પહોંચ્યા છે અને ઇઝરાયેલ કૃષિ ક્ષેત્રે ભારતને અનેક પ્રકારે સહયોગ આપી રહ્યું છે ત્યારે તેનો મહત્ત્।મ ફાયદો ઉઠાવવાનો આ સર્વાધિક શ્રેષ્ઠ સમય છે.

બંને દેશો વચ્ચેનો દસ વર્ષ જુનો 'ઇન્ડો-ઇઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેકટ' વડાપ્રધાન શ્રી મોદીના અત્યંત સક્રિય પ્રયાસોના કારણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સફળતાની નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે અને ફળસ્વરૂપ, હરિયાણામાં ચેરી ટામેટાના ઉત્પાદન, મહારાષ્ટ્રમાં કેરીના ખેતરોને સજીવન કરવાના ઉપાયો તેમજ ગુજરાતના ખેડૂતોને સિંચાઈની અત્યાધુનિક ટેકનોલોજીની તમામ જાણકારી આપવાની બાબતો સામેલ કરાઈ છે એટલું જ નહીં, ઈઝરાયેલના સહયોગથી ગુજરાતમાં આવતા માસથી 'સેન્ટર ઓફ એકસેલન્સ' શરૂ થવા જઈ રહ્યું છે જે ખેડૂતોને બીજ જાળવણીમાં અત્યંત ઉપયોગી નીવડશે. ઇઝરાયેલ ગુજરાતમાં 'સેન્ટર ઓફ ડેરી ટેકનોલોજી' પણ શરૂ કરનાર છે જેનો ગુજરાતના પશુપાલકો અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને મોટો લાભ મળશે.

ઈઝરાયેલના સહયોગથી ગુજરાતમાં સિંચાઈની જે આધુનિક ટેકનોલોજી ખેડૂતોને સુલભ બનાવવાના પ્રયાસો સરકારે હાથ ધર્યા છે તેનાથી ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં પાંચથી દસ ગણો વધારો થશે. બીજીતરફ, ડ્રીપ ઇરીગેશન સહિતની આધુનિક ઈઝરાયેલી સિંચાઈ પદ્ઘતિઓ દ્વારા ગુજરાતમાં કૃષિક્ષેત્રે પાણીનો વપરાશ ૬૫ ટકા જેટલો ઘટી જશે એટલું જ નહીં, ઈઝરાયેલની કૃષિ ટેકનોલોજી અપનાવવાથી ખાતર અને જંતુનાશક દવાઓની પણ ખુબ ઓછી જરૂર પડશે જેનો સીધો લાભ ખેડૂતોને મળશે. આ બધી બાબતો ગુજરાતના બહોળા ખેડૂતવર્ગ માટે 'નવી કૃષિક્રાંતિ' આણનારી બની રહેશે. તેમ શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

ઈઝરાયેલની કૃષિ ટેકનોલોજી, ભારત સરકારના સહયોગ અને ખેડૂતોની મહેનતના ત્રિવેણી સંગમથી માત્ર ગુજરાતમાંજ નહીં, પરંતુ, સમગ્ર ભારતમાં કૃષિક્ષેત્રે ઇઝરાયેલ જેવો જ ચમત્કાર સર્જી શકાય તેમ છે. ઈઝરાયેલમાં કૃષિ તજજ્ઞો અને વનસ્પતિ વિજ્ઞાનીઓએ પાક કઈ રીતે ખીલી ઉઠે તે સમજવામાં અકલ્પનીય પ્રગતિ કરી છે, હવે આપણા ખેડૂતો ખીલી ઉઠે એ માટે તેઓની જરૂરતો શું શું છે તેની એવી જ સમજ વિકસાવવાની જરૂરત છે અને એ દિશામાં ઈઝરાયેલના સહયોગથી કેન્દ્ર અને રાજય સરકાર સંન્નિષ્ઠ સંકલિત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના દ્યણા ખેડૂતોએ 'ડ્રીપ ઈરીગેશનલૃમાટે કેન્દ્રના શ્નરાષ્ટ્રીય ટપક સિંચાઈ સબસિડી કાર્યક્રમ'નો લાભ લઇ કૃષિની કાયાપલટ કરી છે, હવે આવા કાર્યક્રમના લાભથી કોઈ ખેડૂત વંચિત ના રહે તે બાબત સરકારના અગ્રતાક્રમમાં છે તેનો વ્યાપક ફાયદો ઉઠાવવા અંતમાં જણાવાયું છે.

(3:48 pm IST)