Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઓલ ઈન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસો.ની ગુજરાત સર્કલની ફેબ્રુઆરીમાં કોન્ફરન્સ

નવા વર્ષના પ્રમુખપદે અતુલ શેઠ, સેક્રેટરી એલ. કે. ચાવડા અને ખજાનચી આર. એલ. દવે ચૂંટાયા : પેન્શનરોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરાશે

રાજકોટ, તા. ૧૮ : ઓલ ઈન્ડિયા પોસ્ટલ આર. એમ. એસ. પેન્શનર્સ એસોસીએશન દ્વારા હેડ પોસ્ટ ઓફીસ રાજકોટ ખાતે સરકાર સામે ધરણા તેમજ સૂત્રોચ્ચારનો જલદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને પોસ્ટલ આર. એમ. એસ. ના પેન્શનરોના અતિ મહત્વની બે માંગણીઓનું આવેદનપત્ર પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ રીજીયોન બી. પી. સારંગીને આપવામાં આવેલ. ત્યારબાદ વર્લ્ડટ્રેડ યુનિયન સાથે જોડાયેલ એનએફપીઈના સાનિધ્યમાં ચાલતા રાષ્ટ્રીય લેવલના ઓલ ઈન્ડિયા પોસ્ટલ આર. એમ. એસ. પેન્શનર એસોસીએશનની રાજકોટ બ્રાંચની પ્રથમ વાર્ષિક સાધારણ સભા હેડ પોસ્ટ ઓફીસ રાજકોટ ખાતે મળેલ. ગુજરાત રાજયના આ એસોસીએશનની દિલ્હીથી વરાયેલ ગુજરાત જનરલ કન્વીનર અતુલ શેઠે અધ્યક્ષપદ સંભાળેલ. જેમાં પી. એમ. જી. રાજકોટના પ્રતિનિધિ તરીકે આસી. ડાયરેકટર શ્રી એન. સી. ભટ્ટે પણ હાજરી આપેલ.

આ વાર્ષિક સાધારણ સભામાં નવા વર્ષ માટે કોમ. અતુલ શેઠ - પ્રમુખ કોમ. એલ. કે. ચાવડા સેક્રેટરી તથા કોમ આર. એલ. દવેને ખજાનચી તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની આ ઓલ ઈન્ડિયા પોસ્ટલ પેન્શનર્સ એસોસીએશનની બ્રાંચ દ્વારા ગુજરાત સર્કલની પ્રથમ સર્કલ કોન્ફરન્સ રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ તા. ૧૮ ફેબ્રુઆરીના મળવાની છે. જેમાં આ એસોસીએશનના ગુજરાત સર્કલના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે અને ગુજરાત રાજય લેવલે ગુજરાતના પોસ્ટલ - આર.એમ.એસ. પેન્શનર્સના વિવિધ પ્રશ્નો સમસ્યાઓ પોસ્ટ ડીપાર્ટમેન્ટને જોરદાર રીતે રજૂઆત કરી આ વિભાગના સઘળા પેન્શનર્સની સમસ્યાઓનો ઝડપી ન્યાયી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાશે.

આ સર્કલ કોન્ફરન્સમાં ભારતના ઓલ ઈન્ડિયા પોસ્ટલ આર. એમ. એસ. પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી શ્રી કે. રાઘવેન્દ્ર ન્યુ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેશે. પોસ્ટલ આર. એમ. એસ. પેન્શનર્સની વિવિધ માંગણીઓ તેમજ સમસ્યાઓ બાબતે વિગતવાર માર્ગદર્શન આપશે. તેમ કન્વીનર શ્રી અતુલભાઈ શેઠ (મો. ૯૭૨૭૬ ૫૦૯૨૦) અને ટ્રેઝરર શ્રી આર. એલ. દવે (મો.૮૪૬૦૨ ૪૦૦૫૩)ની યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)