Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અંબિકા પાર્ક દ્વારા વાંકાનેરની અંધ અપંગ ગૌ શાળા માટે રૂ.૩.૭૫ લાખનો ફાળો એકત્ર કરાયો

રાજકોટ,તા.૧૮: રૈયા રોડ પર આવેલ અંબિકા પાર્ક સોસાયટી દ્વારા મકરસંક્રાંતીના પવિત્ર દિવસે વાંકાનેરની અંધ અપંગ ગૌ શાળા માટે સવાર થી સાંજ સુધી મંડપ નાખી દાનની સરવાણી વહાવવા દરવર્ષની જેમ આ વર્ષે પણ ટહેલ નાખવામાં આવી હતી. જેમાં રૂ.૩.૭૫ લાખ જેવી માતબર રકમનો ફાળો એકત્ર થયેલ. જે સંસ્થાના અગ્રણીઓને સુપ્રત્ર કરવામાં આવેલ.

 આ શુભ દિને અંબિકા પાર્કના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી શ્રી પ્રતાપભાઈ વોરા, ખજાનચીશ્રી યશવંતભાઈ ભટ્ટ, રમેશભાઈ વિરમગામા, જેન્તીભાઈ વસોયા, ભુપતસિંહ તુવરા, દિનેશભાઈ ધમસાણીયા, મનસુખભાઈ ઘેટીયા, કોટકબાપા, છગનબાપા, હરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી, અજીતભાઈ કુરીયા, વિનુભાઈ પરમાર, નરેશભાઈ ડોડીયા, પટેલભાઈ, ટીનાભાઈ, ચાવડાભાઈ વગેરેએ ફાળો એકત્ર કરવા જહેમત ઉઠાવેલ.

(3:46 pm IST)