Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે કાલે ધ્યાન-સન્યાસ ઉત્સવ

ઓશો નિર્વાણ દિવસને આનંદના ઉત્સવત તરીકે ઉજવવા અદ્દભુત આયોજન : સમગ્ર સંચાલન સ્વામિ સિધ્ધાર્થ કરશે : નવા સન્યાસી મિત્રોને દિક્ષા

રાજકોટ તા. ૧૮ : કાલે ઓશો નિર્વાદિન હોય આ દિવસને આનંદના ઉત્સવરૂપે મનાવવા રાજકોટના ગોંડલરોડ પર આવેલ સ્વામિ સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા સ્વામિ સત્યપ્રકાશજીએ જણાવેલ કે ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી  ખાતે કાલે વિશેષ ધ્યાન શિબિર અને સન્યાસ ઉત્સવ રાખેલ છે. ધ્યાનના વિવિધ પ્રયોગો કરાવાશે અને નવા મિત્રોને સન્યાસની દીક્ષા અપાશે.

કાલે તા. ૧૯ ના સવારે ૬ થી ૭ ધ્યાન થશે. ૭.૧૫ બ્રેક ફાસ્ટ, ૮.૩૦ થી ૧ ધ્યાન પ્રયોગો ગુરૂના માર્ગદર્શન હેઠળ થશે. બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ અને વિરામ બાદ ૩ થી રાત્રે ૮.૩૦ સુધી ઓશોના ધ્યાન પ્રયોગો કરાવાશે.

સમગ્ર શિબિરનું સંચાલન સ્વામિ સિધ્ધાર્થ (કિશોરચંદ્ર જોષી) સંભાળશે. દરમિયાન નવા સન્યાસી મિત્રોને આ શિબિર દરમિયાન દીક્ષા અપાશે. સાથો સાથ આ તકે દિવંગત સ્વામી ધ્યાન અલમસ્તને યાદ કરી પુષ્પાંજલી અપાશે.

શિબિરનું સંચાલન સંભાળનાર સ્વામી  સિધ્ધાર્થે અહીં સ્વાનુભવો વાગોળતા ગદગદીત સ્વરમાં જણાવેલ કે વર્ષોથી ઓશો સાથે સંકળાયેલો છું. પરંતુ છેલ્લા દસેક મહીનાથી ઓશો મારી સાથે સંકળાયેલા હોય તેવી અનુભુતી થાય છે. આટલા વર્ષોમાં મેં જે નથી પ્રાપ્ત કર્યુ તે છેલ્લા આઠ દસ મહીનામાં મને મળી ગયુ છે. અદ્દભુત અનુભવો હું સન્યાસી મિત્રો સાથે આ શિબિરમાં શેર કરીશ. મેં ૩૫ વર્ષથી સન્યાસ લીધો છે અનેક પ્રદર્શનો કર્યા છે. ઘણી શીબીરો કરી છે. ઓશોની કૃપા મારી ઉપર સતત વરસતી રહી તેનો મારા હૈયે અપાર આનંદ છે.

સ્વામી સત્ય પ્રકાશજીએ જણાવેલ કે કાલે ઘણા લોકો ઓશો મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવે છે. પરંતુ હકીકતે ઓશો ખુદ આ બાબતે સ્પષ્ટતા કરી ગયા છે કે તેમના પિતાશ્રી ૮ સપ્ટેમબરના નિર્વાણ પામ્યા તે દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે સન્યાસી મિત્રો ઉજવે.

આ દ્રષ્ટિએ ૮ સપ્ટેમ્બરે ઓશો મહાપરિનિર્વાણ દિન ઉજવવો જોઇએ. ઓશો ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ ના શરીર છોડી ગયા તે દિવસ તો ઉત્સવ અને આનંદનો દિવસ છે. ઓશો ખુદ કહી ગયા છે કે ઉત્સવ હમાર જાતી આનંદ હમાર ગોત્ર... ઓશો નેવર બોર્ન નેવર ડાય.. તેઓનું જીવન આનંદ યાત્રા હતુ.

આમ તેમના નિવાણ દિવસે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે કાલે ધ્યાન શિબિર અને સન્યાસ ઉત્સવનું આયોજન થયુ હોય વધુને વધુ ઓશો પ્રેમીઓ, ધ્યાનમાં રસ ધરાવનાર મિત્રોએ જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.

આ માટે વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે :- સ્વામિ સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક ૯૪ર૬૯ ૯૬૮૪૩, અશોકભાઇ રાવલ (મોરબી) ૮૪૬૯૭ ૬૦૯૪૭ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્વામિ સિધ્ધાર્થ (કિશોરચંદ્ર જોષી), સ્વામી સત્યપ્રકાશજી, સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (આર.જે. આહ્યા), સ્વામી દાન અલગારી (દાનસીંગભાઇ હુંબલ) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)