Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

BSNL સંચાર નિગમ એકઝી. એસો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ નવા હોદેદારોની વરણીઃ બી.જી. દ્વારા માર્ગદર્શન

નવા હોદેદારોમાં મયુર રાવલ જીલ્લા સેક્રેટરીઃ પ્રમુખ તરીકે અશોક હિન્ડોચાની નિમણૂક

રાજકોટ, તા. ૧૮ :. બીએસએનએલના સંચાર નિગમ એકઝીકયુટીવ એસોસીએશન જે એસ.એચ.ઈ.એ.ની ૭મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં યોજવામાં આવેલ હતી સાથે બીએસએનએલની વાચાબીલીટી આર્થિક સદ્ધરતા વિશે સ્પેશીયલ સેમીનારનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ હતું.

યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં દિવંગતોને શ્રધ્ધાંજલી તથા ત્યાર બાદ વાર્ષિક રીપોર્ટ, નાણાકીય અહેવાલ, સંગઠનની પ્રવૃતિઓ, સ્ટાફ વેલ્ફેર, પ્રમોશન, ટ્રાન્સફર પોલીસી, નવુ પગાર પંચ, અત્યાર સુધીમાં યોજાઈ ગયેલી હડતાલ, ભવિષ્યમાં આવનારા પ્રશ્નો, અલગ ટાવર કંપની વિશે ચર્ચા, રીટાયર્મેન્ટ બેનીફીટ જેવા વિસ્તૃત પ્રશ્નોની માહિતી આપવામાં આવેલ ત્યાર બાદ ઓપન એશન યોજાયું હતું. જેમા ગુજરાત સર્કલના સર્કલ સેક્રેટરી બી.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા છેલ્લામાં છેલ્લી માહિતી સંગઠન પગાર પંચ વિશે બીએસએનલની વાચાબીલીટી વિશે વિસ્તૃત માહિતી પુરી પાડેલ હતી.

દિપ પ્રાગટય રાજકોટના પ્રિન્સીપાલ જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધ્યાય તથા બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ ટી.ડી. વીરડીયા, યુ.કે. રૈયાણી, આર.કે. માદળીયા, બી.એ. મેનપરા, વી.કે. ફુલતરીયા, એન.કે. રાવલ, અશોક હિન્ડોચા, બી.વી. વીરડીયા, પી.પી. જોષી, એમ.વી. ઝવેરી, વાય.એસ. રાવલ, કૌશિક કુંડલીયા, પી.ડી. કકાણીયા, આર.જી. ગામી, નિમીત પટેલ, દિપકભાઈ ત્રિવેદી, સી.બી. રાઠોડ, યોગેશ બુહેચા, વિસ્મય ઓઝા વગેરેના હસ્તે કરવામાં આવ્યુ હતું.

પ્રિન્સીપાલ જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધ્યાયે બીએસએચએલને ટોચની કંપની બનાવવા તથા સખત હાર્ડવર્ક મજબુત કરવા પર ભાર મુકયો હતો. સર્કલ સેક્રેટરી બી.જી. પટેલ દ્વારા એસોસીએશનની પ્રવૃતિઓને બિરદાવી વિવિધ વિષયો ઉપર માહિતી પુરી પાડેલ હતી.

ડિસ્ટ્રીકટ સેક્રેટરી મયુરભાઈ રાવલે ગત ટર્મ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી વિશે તથા હાથમાં બીએસએનએલને લગતા વિસ્તૃત પ્રશ્નોની માહિતી આપેલ હતી. વી.કે. ફુલતરીયા દ્વારા સંગઠન માટે કરવામં આવેલ પ્રવૃતિ વિશે માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમનુ સંચાલન શિવરામ ચુડાસમા દ્વારા તથા આભારવિધિ વિસ્મય ઓઝા દ્વારા કરવામાં આવેલ. આ મીટીંગમાં તમામ યુનિયનો, એસોસીએશનના પ્રમુખ, મંત્રી તથા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

એસ.એચ.ઈ.એ.ના નવા હોદેદારોની વરણી

જેમાં જીલ્લા પ્રમુખ તરીકે અશોક હિન્ડોચા (એકાઉન્ટ ઓફિસર), ઉપપ્રમુખ તરીકે બી.વી. વીરડીયા (સબ ડિવીઝનલ એન્જીનીયર), ડિસ્ટ્રીકટ સેક્રેટરી તરીકે એમ.કે. રાવલ (એસ.ડી.ઈ.), આસિ. સેક્રેટરી વિસ્મય ઓઝા (જેટીઓ), ખજાનચી તરીકે કૌશિક એન. કુંડલીયા (એસ.ડી.ઈ.), જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ મુલીયાના, આર.ડી. ગામી (મોરબી), એન.એમ. વાઘેલા (પડધરી), વાય.બી. બુહેચા (ધોરાજી) તથા સીઈસી મેમ્બર તરીકે કે.એમ. ટાંક રાજકોટ તથા પી.ડી. કકાણીયા મોરબીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

(3:33 pm IST)