Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

એડવોકેટ પાસેથી દવાના નામે છેતરપીંડી કરી વસુલેલ રકમ પરત કરવી પડી

રાજકોટ તા. ૧૮: ટી.વી.માં અને છાપાઓમાં જાહેરાતો આપી અનેક કંપનીઓ પોતાની પ્રોડકટસ કે જેના દર નીચા રાખી બીજી છુપા ચાર્જીસ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રકમ વસુલતા હોય છે પરંતુ જાગૃત ગ્રાહકો સાથે આવું ચીટીંગ કયારેક ભારે પડી જતું હોય છે.

આવો જ એક બનાવ રાજકોટમાં રૈયા રોડ ઉપર રહેતા અને વકીાલતનો ધંધો કરતા કિરણભાઇ રૂપારેલીયા સાથે થયેલ. શ્રી રૂપારેલીયાએ જલંધર સ્થિત ડો. દશનસ હર્ષલ ફોમ્યુલેસન્સ નામની કંપની પાસેથી ડાયાબીટીસ અને બી. પી. આયુર્વેદીક દવાઓ મંગાવેલ અને કુરીયર મારફત રૂ. ર૭રપ-૦૦ ની કિંમત ચુકવી દવાઓ છોડાવેલ દવાનું પાર્સલ ખોલતા તેમાંથી દવાની કિંમત જોતા રૂ. ૪૯૬ તથા જી.એસ.ટી.ના રૂ. ૬૦/- મળી દવાની કિંમત રૂ. પપ૬/- જ થયેલા અને કંપનીએ ''મેડીકલ સર્વિસીસ'' ચાર્જના રૂ. ર૧૬૯/- બીલમાં જણાવતા એડવોકેટશ્રી કિરણભાઇ રૂપારેલીયાએ પોતે છેતરાયાનો એહસાસ થતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરી સામાવાળી કંપનીને ગ્રાહક ફોરમનું સમન્સ બજતા કંપનીએ એડવોકેટશ્રી કિરણભાઇ રૂપારેલીયાનો મોબાઇલ દ્વારા કોન્ટેક કરી રૂ. ર૧૬૯/- સામે થયેલ ખર્ચની રકમ સહીત રૂ. ૩૦૦૦/- અંકે રૂપિયા ત્રણ હજાર પુરા પરત ચુકવી આપેલ છે.

આ રીતે અનેક કંપનીઓ વિવિધ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમની છેતરપીંડી કરી રકમ હજમ કરી જતા હોય ત્યારે તેના સામે ગ્રાહકોએ જાગૃત કરી જતા હોય ત્યારે તેના સામે ગ્રાહકોએ જાગૃત બની લડત આપવી જોઇએ તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ કામમાં ફરીયાદી એડવોકેટ વતી શ્રી કૌશીકભાઇ નિમાવત, શ્રી નિરવ રૂપારેલીયા શ્રી પરેશ કુકાવા રોકાયેલ હતા.

(3:32 pm IST)