Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની સામે કોર્ટ દ્વારા સાડા ત્રણ લાખનું હુકમનામું

રાજકોટ તા. ૧૮: અત્રેની ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ કંપની વિરૂધ્ધ કોર્ટે રૂ. ત્રણ લાખ પ૦ વસુલવાનું હુકમનામું થતાં સદરહું રકમ વસુલવા દરખાસ્ત થતાં કોર્ટે નોટીસ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, વૈકુંઠભાઇ શીવરામભાઇ નિમાવત કે જેઓ ટ્રાવેલનો ધંધો કરે છે તેઓએ તેઓની માલિકીની બસ જીઆરપી-૩૬રર પેસેન્જર બસ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ બસનો વિમો ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કાું. માં રૂ. ૩-પ૦ લાખનો ઉતારવામાં આવેલ છે. વૈકુંઠભાઇ શીવરામભાઇ નિમાવત રાજકોટથી અયોધ્યા જવા માટે સદરહું બસ લઇ યાત્રીકોને લઇ અયોધ્યા જવા નીકળેલ. અયોધ્યામાં યાત્રીકોને ઉતારી બસ ખાલી પરત લઇ રાજકોટ આવવા રવાના થયેલ અને ર૬-૧૧-૧૯૯૦ના રોજ ખાલી બસ લઇ રાજકોટ પરત આવતા ઉ. પ. રાજયના જીલ્લા જોનપુરના ગામ કેરાકતમાં રાત્રીના દુકાન પાસે બસ ઉભી રાખી વાદી કલીનર સાથે દુકાને સુવા માટે ગયેલ બીજા દિવસે સવારે ઉઠીને જોતાં તેઓની માલિકીની બસ ગુમ થયેલ હતી.

આથી તા. ર૭-૧૧-૧૯૯૦ના રોજ બસ ચોરી થયાના કારણસર પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ. આ રીતે વાદીની બસ ચોરી થઇ જતાં વાદીએ ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કાું. માં વિમાની રકમ રૂ. ૩-પ૦ લાખ પૂરા વસૂલ અપાવવા ૧૯૯૧ ની સાલમાં દાવો દાખલ કરેલ. આ દાવો ર૬ વર્ષની લાંબી મજલ બાદ કોર્ટે સમગ્ર હકીકત ધ્યાને લઇ ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કાું. સામે રૂ. ૩-પ૦ લાખનું વાદીની તરફેણમાં હુકમનામું કરી આપેલ છે અને આ રકમ ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે. વાદીએ સદરહું રકમ વ્યાજ સહિત કુલ થતી રકમ રૂ. ૯,૩પ,૧૦૪-રપ પૈસા પૂરા વસૂલ અપાવવા અને ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કાું.ની મિલકતમાંીથ જપ્તી કરી વસૂલ અપાવવા દરખાસ્ત પણ દાખલ કરેલ જેના અનુસંધાને કોર્ટે નોટીસ કાઢેલ છે.

આ કામમાં વાદી વતી વકીલ તરીકે તરૂણ એસ. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયેલા છે.

(3:32 pm IST)