Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જંગલેશ્વરમાં બિલાલ અને ઇમ્તિયાઝ ૧૮ બોટલ દારૂ સાથે પકડાયા

ક્રાઇમ બ્રાંચ ત્રાટકતાં ઇમરાન ઉર્ફ આલમ ભાગી ગયોઃ બે વાહનો મળી ૬૮૨૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજકોટ તા. ૧૮: જંગલેશ્વરમાં ક્રાઇમ બ્રંાંચે દરોડો પાડી મુળ પોરબંદરના ફકીર શખ્સ અને વિનોદનગરના મુસ્લિમ શખ્સને ૧૮ બોટલ દારૂ તથા બે વાહનો સાથે પકડી લીધા હતાં. જંગલેશ્વરનો મુસ્લિમ શખ્સ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં ટીમના ભરતભાઇ વનાણી, મહાવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ સહિતની ટીમ જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળતાં નજીકના પટેલનગર ચોકમાં પહોંચતા એકટીવા અને એકસેસ સાથે બે શખ્સ પકડાઇ ગયા હતાં અને ત્રીજો ભાગી ગયો હતો. પકડાયેલા બંને પાસેથી ૧૮ બોટલ દારૂ મળતાં તે તથા વાહનો મળી રૂ. ૬૮૨૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પુછતાછમાં પોતાના નામ બિલાલ ઉર્ફ સમીર સિકંદરભાઇ રાવડા (ફકિર) (ઉ.૨૨-રહે. રામનાથપરા જુની જેલ સામે, મુળ પોરબંદર શીતલા ચોક) તથા ઇમ્તિયાઝ ઉર્ફ ઇતુ અલ્તાફભાઇ પરમાર (ઉ.૧૮-રહે. હુડકો ચોકડી, વિનોદનગર આરએમસી કવાર્ટર બી-૩/૨૦૦૬) જણાવ્યા હતાં. ભાગેલા શખ્સનું નામ ઇમરાન ઉર્ફ આલિમ અનીશભાઇ શેખ હોવાનું ખુલ્યું હતું.

(3:32 pm IST)