Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

મકાન સળગાવનારા મયુર ઉર્ફ મયલો પરમારને પાસા તળે સુરત જેલમાં ધકેલાયો

સીન સપાટા કરનાર હેરી ઉર્ફ હિરેનની પણ ભીકતનગર પોલીસે હસનવાડીમાં પુછતાછ કરી

રાજકોટ તા. ૧૮: દોઢેક મહિના પહેલા સિંદુરીયા ખાણ પાસે મફતીયાપરામાં કૈલાસ પાનવાળી શેરીમાં રહેતાં મયુર ઉર્ફ મયલો બાબુલાલ પરમાર (ઉ.૩૨)એ ધરાર પ્રેમસંબંધ રાખવા કહી એક મહિલાનું મકાન સળગાવી નાંખ્યું હતું. આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે મંજુર કરી વોરન્ટ કાઢતાં ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. પી.એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વાલજીભાઇ, સલિમભાઇ, પ્રવિણભાઇ, ભાવેશભાઇ, રાણાભાઇ, ધર્મેન્દ્રસિંહ, હાર્દિકભાઇ સહિતે વોરન્ટની બજવણી કરી તેને સુરત જેલહવાલે કરવા તજવીજ કરી હતી.

આ ઉપરાંત બે દિવસ પહેલા અંકુરનગર મેઇન રોડ પર રહેતાં હિરેન ઉર્ફ હેરી અરવિંદભાઇ પરમાર (ઉ.૨૫)ને ભકિતનગર પોલીસે દારૂ-બીયરની બોટલ સાથે પકડ્યો હોઇ તે આ બાતમી કોણે પોલીસને આપી? તેમ કહી હસનવાડી વિસ્તારના લોકોને ધમકાવતો હોઇ તેને પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે હસનવાડીમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ વિસ્તારમાં એક સ્થળે પ્રસંગ હોઇ ત્યાં પણ હેરીએ ખેલ કર્યા હતાં. બધાની હાજરીમાં હાથ જોડાવી હેરી પાસે લોકોની માફી મંગાવાઇ હતી.

(3:30 pm IST)