Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જેતપુરમાં ર૧મીએ બ્રહ્મસમાજના સમૂહલગ્ન-યજ્ઞોપવિત

૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે : ૭ બટુકો યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર ધારણ કરશે : કરીયાવરમાં દિકરીઓને ૭રથી વધુ વસ્તુઓ અપાશે : શ્રી પરશુરામ સેના-જેતપુર દ્વારા આયોજન

રાજકોટ, તા. ૧૭ : સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંત ઠાકર, સમગ્ર મીડિયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, પરશુરામ સેના, જેતપુરના પ્રમુખ હિતેશભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે શ્રી પરશુરામ સેના આયોજીત જેતપુર ખાતે ૮માં સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તા. ર૧ ને રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે જેતપુર મુકામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે અન્ય કુલ-૭ બટુકો યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર ધારણ કરશે.

નવદંપતિઓને કુલ ૭ર જાતની ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં કુલ ૭૦ દાતાઓના સહયોગથી કરીયાવરમાં ભગવાન પરશુરામની છબી, મંગલસુત્ર, કાનની બુટ્ટી, સોનાની ચૂંક, ચાંદીના સાંકળા, કબાટ, શેટ્ટી, ખુરશી નંગ-ર, ટીપોય, ડબલ બેડ ગાદલુ, ઓશીકા નંગ-ર સહિત ઘરવપરાશ અને ફર્નીચરની અનેક ચીજ વસ્તુઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મોટી હવેલી (જેતપુર)ના પૂ. જે.જે. પ્રિયાંકરાયજી મહોદયશ્રી બીરાજમાન થશે તેમની સાથે પોરબંદરના સાંસદશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા, રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયા, જયારે મુખ્ય અતિથિ વિશેષપદે રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ઓલ ઇન્ડીયા લો કમિશનના રાષ્ટ્રીય સદસ્ય અભયભાઇ ભારદ્વાજ, મારૂતી કુરિયર પ્રા.લી.ના મેનેજીંગ ડીરેકટર તેમજ બ્રહ્મ અગ્રણી રામભાઇ મોકરીયા, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના મુખ્ય ટ્રસ્ટી જીતુભાઇ મહેતા, પૂર્વ શાસક પક્ષના નેતા અને વર્તમાન કોર્પોરેટર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, રાજકોટ મહાનગર પાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, જેતપુર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન વી.આઇ. પંડયા તથા અતિથિ તરીકે શાસ્ત્રીજી રમેશભાઇ ઠાકર (કાંદીવલીવાળા), જેતપુરના ઉદ્યોગપતિ રવીભાઇ આંબલીયા, ઉતરાખંડી હનુમાન મંદિર, જેતપુરના મહંત વસંતબાપુ, ભુવનેશ્વરી શકિતપીઠ ગોંડલના આચાર્ય ડો. રવીદર્શન મહારાજ, બ્રહ્મ સોશ્યલ ગ્રુપ કોડીનારના પ્રમુખ ડો. ભરતભાઇ જાની, કેન્સર હોસ્પિટલ અમદાવાદના ડીરેકટર ડો. જીજ્ઞેશભાઇ મહેતા, પંડયા સ્કૂલ જેતપુરના આચાર્ય હરેશભાઇ પંડયા, દત ટેકરી જ્ઞાનપીઠ (તડકાપીપળીયા)ના મહંત ચેતન મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેના, જેતપુરના અધ્યક્ષ હિતેશભાઇ જોષી, મંત્રી અશોકભાઇ ઠાકર, ઉપપ્રમુખ પરેશભાઇ ત્રિવેદી, ખજાનચી શૈલેષભાઇ જોષી, સહખજાનચી સુરેશભાઇ પંડયા, મહામંત્રી જીતેન્દ્રભાઇ સી. પંડયા, સંગઠન મંત્રીઓ ઘનશ્યામભાઇ પંડયા, દિલીપભાઇ જોષી, કારોબારી સભ્યો સુરેશભાઇ મહેતા, રાજુભાઇ મહેતા, ધર્મેન્દ્રભાઇ કનૈયા, સંજયભાઇ દવે, ચંદુભાઇ જોષી, મનુભાઇ મહેતા, મેહુલભાઇ દવે સહિતના ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના મુખ્ય દાતાઓ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, ભારતીય વિદ્યોતેજક સહાય, રાજકોટના સ્વ. ધીરજલાલ મોહનલાલ મહેતા (વિસાવદર) જેતપુરના ઉદ્યોગપતિ રવીભાઇ આંબલીયા, મુખ્ય દાતા તરીકે સહયોગ આપી રહ્યા છે.

આ કાર્યક્રમ તા. ર૧ના રવિવારે સવારે પઃ૩૦ કલાકથી મંડપારોપણ, ૬ કલાકે ગ્રહશાંતિ, ૬:૩૦ કલાકે યજ્ઞોપવિત, ૭ કલાકે જાન આગમન, ૧૦ કલાકે વરઘોડો, ૧૦:૩૦ કલાકે હસ્તમેળાપ, ૧૧ કલાકે આશિર્વચન, ૧૧:૩૦ કલાકે ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાશે. આ સમગ્ર કાર્યક્રમના આચાર્યપદે નૈમિષભાઇ ભટ્ટ પોતાની સેવા આપી આ શુભ કાર્યને દિપાવશે. આ સમૂહલગ્નને લગતી વિશેષ માહિતી માટે મો. નં. ૯૮રપ૮ ૧૧ર૭૮, ૯૯૯૮૧ ૯૪૭૯૦ પર હિતેશભાઇ એસ. જોષી તેમજ અશોકભાઇ ઠાકરનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સમૂહલગ્ન તેમજ યજ્ઞોપવિતનું શુભસ્થળ જુના પાંચપીપળા રોડ, જ્ઞાનજયોત વિદ્યાલય, બુટ હાઉસવાળી ગલી, જુના બસ સ્ટેન્ડ સામે, જેતપુર ખાતે રહેશે. એમ અંતમાં જણાવાયું છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:17 pm IST)