Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

નારી શકિતના ઉધ્ધાક- યુગપ્રવર્તક આદિપિતા પ્રજાપિતા બ્રહ્માબાબા

 બહેનોને વિશ્વ પરિવર્તનના કાર્યમાં આધારશિલા બનાવી તે છે- પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના સંસ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબા. સદીઓથી વિશ્વમાં મહિલાઓની દયનીય દશા હોવાના કારણે માનવીય મૂલ્યોનું પતન થયું હતું. બ્રહ્માબાબાએ નારીને શકિત સ્વરૂપ બનાવી તેમાં છૂપાયેલા મહાન શકિતનો અહેસાસ કરાવ્યો. પરમાત્મ સત્તા અને ઈશ્વરીય જ્ઞાનથી બાબાએ માતાઓ અને બહેનોને સમ્માન દઈ બ્રહ્માકુમારી સંસ્થાની સંપૂર્ણ જવાબદારી માતાઓના શિરે મૂકી આધ્યાત્મિક ક્રાંતિની શરૂઆત કરી હતી.

૧૯૩૬માં પિતાશ્રી બ્રહ્માએ ''ઓમ મંડળી'' નામની સંસ્થાની શરૂઆત કરી જેમાં ફકત માતાઓ અને બહ઼ેનો જ હતી. રૂઢિવાદી સમાજે તેનો જોર-શોરથી વિરોધ કર્યો. વિરોધે આંદોલનનું રૂપ પણ લીધું પરંતુ પરમાત્મા શિવ દ્વારા વિશ્વ પરિવર્તનનું પ્રારંભાયેલ આ કાર્ય શકિતરૂપ ધારણ કરી બુરાઈઓનો મુકાબલો કરી જીતમાં પરિવર્તિત થયું. સત્યનો આખરે જય થયો. આ વિશ્વ પરિવર્તનના કાર્યેએ સિધ્ધ કરી દીધું કે ''નારી નર્કનું નહીં પણ સ્વર્ગ'' નું દ્વાર છે.

૧૮૭૬માં હૈદરાબાદ- સિંધમાં ધર્મપરાયણ કુટુંબમાં જન્મેલા પિતાશ્રી બ્રહ્માબાબાનું બાળપણનું નામ લેખરાજ હતું. તેઓ બાળપણથી જ ખૂબ ભકિત ભાવવાળા હતા. ઈ.સ. ૧૯૩૬-૩૭માં આશરે ૬૦ વર્ષની ઉંમરે દાદા લેખરાજના જીવનમાં અદભૂત મહાન ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. વારાણસીમાં એક મિત્રના ઘેર તેઓ બેઠા હતા ત્યારે તેમને જયોતિ સ્વરૂપ પરમાત્મા શિવનો દિવ્ય સાક્ષાત્કાર થયો, દુનિયાા વિનાશનો પણ સાક્ષાત્કાર થયો.ઢ ત્યારપછી આવનાર સુખ-શાંતિમય સતયુગી દુનિયાનો સાક્ષાત્કાર થયો. ત્યારબાદ તેમનું નામ લેખરાજમાંથી પ્રજાપતિ બ્રહ્મા થયુ. નવી સતયુગી દુનિયાની સ્થાપનાનું મહાન કાર્ય તેઓને સોંપાયુ.

પ્રજાપતિ બ્રહ્માબાબાએ વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક દૃષ્ટીકોણથી લોકોને આધ્યાત્મિક શકિતનું રહસ્ય બતાવ્યું તથા શાંતિની શકિતથી આત્માની અંદર છૂપાયેલા શકિતપૂંજ તથા દૈવીગુણોને જાગ્રત કરવા માટે પ્રેરણા આપી કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારરૂપી પાંચ વિકારોથતી તમોગુણી બની ગયેલ માનવને દૈવીગુણો અને મૂલ્યનિષઠ શિક્ષા આપી સતોગુણી બનાવવાનું માનવતાલક્ષી મહાન કાર્ય કરી પ્રજાપિતા બ્રહ્માબાબા પરમાત્માની યાદ તથા ત્યાગ તપસ્યા દ્વારા દૈવીગુણધારી બની ગયા.૧૮ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ પોતાના વિનાશી શરીરનો ત્યાગ કરી બેહદ સેવા માટે ફરિશ્તા બની ગયા. બાબા આજે ભલે સાકાર શરીરથી આપણી વચ્ચે નથી. પરંતુ તેઓની સૂક્ષમ અને શકિતશાળી દૃષ્ટ્રિીથી લાખો લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ સતત ફેલાઈ રહ્યો છે.

સતયુગી દુનિયાન આર્ષદ્રષ્ટા, માનવ એકતાના પ્રણેતા મહા માનવ શાંતિદૂત પિતાશ્રી બ્રહ્માબાબાને આજના દિને હૃદયપૂર્વક કોટી કોટી વંદન.

બ્ર.કુ.ભારતીદીદી

રાજકોટ ફોન નં.(૦૨૮૧) ૨૩૭૫૪૮૮

(3:13 pm IST)