Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બિલ્ટઅપને બદલે કાર્પેટ મુજબ મિલ્તકવેરોઃ શનિવારે નક્કી થશે દર અને નિયમો

સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્તઃ મકાનની ઉમર-ઉપયોગનો પ્રકાર-ભાડુઆત અને માલિકી મકાન કયા વિસ્તારમાં છે વગેરે પરિબળોનાં ગુણાંકને મકાનનાં ક્ષેત્રફળ સાથે ગુણાકાર કરી પ્રતિ. ચો. મી.નો વાર્ષિક વેરો નકકી થશે

રાજકોટ તા. ૧૮ :.. શહેરમાં આવેલી મિલ્કતોનો વેરો હાલ બિલ્ટઅપ એરીયા મુજબ વસુલવામાં આવે છે. તેનાં બદલે હવેથી મીલ્કતનાં કાર્પેટ એરીયા મુજબ મકાન વેરો વસુલવાનાં દર અને નિયમોની મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે. આથી હવે આગામી શનીવારે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં આ અંગેનો આખરી નિર્ણય લેવાશે.

વેરા વસુલાત વિભાગે કાર્પેટ એરીયા વેરા પધ્ધતી અમલી બનાવવા શહેરની ૮૦ ટકા જેટલી મિલ્કતોની માપણી પુર્ણ કરી લીધી છે. એટલેકે મકાનોનાં ક્ષેત્રફળ તંત્ર પાસે તૈયાર છે. હવે  મકાનવેરો નક્કી કરવાનો મૂળ ગુણંાંક વેરા વિભાગ દ્વારા નક્કી કરી  અને વિસ્તારની કિંમત મુજબ અલગ-અલગ ૪ કેટેગરીમાં રૂ.૧.રપ થી રૂ.ર.૭પનો ગુણાંક રાખવા બાબતે  દરખાસ્ત કરવામાં આવી છ.

સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ વેરા શાખા દ્વારા કાર્પેટ એરીયાનાં ગુણાંક અંગે જે દરખાસ્ત તૈયાર કરી મ્યુ.

કમિશ્નરશ્રીને મોકલી છે તેમાંજણાવાયા મુજબ શહેરને અલગ-અલગ ૪ કેટેગરીમાં વહેચી અને જે તે વિસ્તારની કિંમત મુજબ ગુણાંક નક્કી કરાયો છે.

જેમાં પોશ એટલે કે શ્રીમંત વિસ્તારોમાં

રૂ. ર.૭પ અને સારા વિસ્તારમાં રૂ. ર.પ૦ તથા મધ્યમ વર્ગીય વિસ્તારમાં રૂ. ર.૨પ અને પછાત વિસ્તારમાં રૂ. ૧.રપનો ગુણાંક નક્કી કરાયો છે.

આ ભારાંકનો આધાર લઇને જે તે મકાનના કાર્પેટ એરીયાનાં ક્ષેત્રફળ સાથે ગુણાંક કરી અને મકાનવેરાનો દર નક્કી થશે.

નોંધનીય છે કે મકાનવેરો નક્કી કરતી વખતે મકાનનું ભાડુ, ઉપયોગનો પ્રકાર (કોમર્શીયલ-રહેણાંક) તથા બાંધકામનો પ્રકાર બાંધકામની ઉંમર (કેટલુ જુનુ) ભાડુઆત-છે કે માલીક વગેરે કેટેગરીઓ ધ્યાને લઇ મકાનવેરાનો દર નક્કી થશે.

દરખાસ્ત મુજબ શહેરને કુલ ર૮૦૦ ભાગમાં વેચવામાં આવ્યું છે તે પૈકી પ્રત્યેક ભાગમાં ૭૦૦ થી ૮૦૦ મકાનોનો સમાવેશ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે આ નવી કાર્પેટ એરીયા પધ્ધતીથી આકારણીથી કોમર્શીયલ ભાડા વાળી મિલ્કતોનો વેરો ઘટશે.

જયારે જુના મકાનોનો વેરો હાલમાં છે તેના કરતા અનેક ગણો વધી જશે.

 મકાન વેરો નકકી કરવા માટે જે મુળ ગુણાંક નકકી કરાયો છે તેને અલગ - અલગ પરિબળોનાં દર ત્થા મકાનનાં ક્ષેત્રફળ સાથે ગુણીને વાર્ષિક મકાન વેરો નકકી થશે.

(3:12 pm IST)