Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આર. કે. યુનિવર્સિટીમાં લેટેસ્ટ ઇનોવેશનની રાષ્ટ્રીય પરીષદ

રાજકોટ તા. ૧૮: આર.કે. યુનિવર્સિટી સૌરાષ્ટ્રની સૌ પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. અહીં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું જ્ઞાન વધે તે માટે સતત પ્રયત્નો થતાં રહે છે. આ જ હેતુ સિધ્ધ કરવા માટે, આર. કે. યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ લાયન્સ ખાતે આગામી તા. ૧૯-ર૦ જાન્યુ. ર૦૧૮ દરમ્યાન એક રાષ્ટ્રીય પરિષદ 'NCRIS-2018' નું આયોજન કરવામાં આવ્યું છે.

સાયન્સ, લાઇફ સાયન્સ અને એપ્લાઇડ સાયન્સ જેવા વિષયો ઉપર હાલનાં સમયમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધનોની માહિતીના આદાન-પ્રદાનનાં હેતુ સાથેની આ રાષ્ટ્રીય પરિષદને ગુજકોસ્ટ, ગાંધીનર દ્વારા સ્પોંસર કરવામાં આવી છે.

આ પરિષદમાં વિવિધ વિષયો જેવા કે ગણિત, જૈવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના ખ્યાતનામ વકતાઓ આવશે. પોતાના અનુભવોનું જ્ઞાન આજની પેઢીને આપશે. આયોજનમાં ભાગ લેવા માટે દેશના અલગ અલગ રાજયોમાંથી વિદ્યાર્થીઓ, સંશોધનકર્તાઓ તથા વકતાઓ આવશે. સંશોધકો પોસ્ટર અને ઓરલ પ્રેજનટેશનના માધ્યમથી પોતાના સંશોધનો રજૂ કરશે.

આર. કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર એન. એસ. રામાણીએ આપેલી માહિતી મુજબ, સ્કૂલ ઓફ સાયન્સનો સમગ્ર સ્ટાફ તથા આર. કે. યુનિવર્સિટીનું મેનેજમેંટ આ પરિષદને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

(3:09 pm IST)