Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બેડી પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાયો : ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન

બાળકોના આઇકાર્ડ બનાવવાની જાહેરાત : ગુરૂવંદના કાર્યક્રમ

રાજકોટ,તા.૧૮ : બેડી પ્રા. શાળાનો શતાબ્દી મહોત્સવની  ઉજવણી કરવામાં આવી હતી. શાળાની સ્થાપના ૧૭/૧/૧૯૧૮ ના રોજ થયેલ જેને ૧૦૦ વર્ષ થતા સમસ્ત બેડી ગામ, ગ્રામ પંચાયત બેડી, સ્કુલ મેનેજમેન્ટ કમિટી, યુવક મંડળ બેડી, રામદેવ ગરબી મંડળ બેડી, ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણ, ગામ આગેવાનો, સમસ્ત બેડી ગામનાં ભાઇઓ બહેનો હાજર રહેલ હતા.

આ તકે ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ હતુ઼. દાતઓ તરફથી બાળકોને મિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ હતી. બેડી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ ડાભી, ઉપસરપંચ મનુભાઇ  શિયાલ બાળકોને શિલ્ડ અને આઇકાર્ડ બનાવી આપવાની જાહેરાત કરી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુરૂવંદના કાર્યક્રમ રાખી શાળા પ્રત્યે ઋણ અદા કરવાનો લ્હાવો લીધો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા કલ્પેશભાઇ દોશી, ધીરૂભાઇ તેરૈયા, ખેંગારભાઇ સોસા, પિયુશભાઇ કાનાણી, અંજલીબેન રાધનપુરા અને શાળા સ્ટાફે ખુબજ સહયોગ આપ્યો.  અંતે સૌ વાલીગણ આગેવાનો, હોેદેદારો સાથે ભોજન લઇ વિદાય થયા હતા.

(3:08 pm IST)