Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ટેકનોલોજી યુગમાં સાહિત્યને જીવંત રાખવા કોર્પોરેશન દ્વારા અનોખો 'પત્રોત્સવ' કાર્યક્રમ

શ્રોફ રોડ ખાતે આવેલી લાયબ્રેરીમાં રવિવારે સવારે ૧૦ વાગ્યે વિશ્વવિખ્યાત લોકોના પત્રોનું થશે પઠન

રાજકોટ,તા૧૮:  મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી સાહિત્ય, આધ્યાત્મ, મૈત્રી ,પ્રેમ, દેશપ્રેમ, સામાજીક વિષયો પર ભીની લાગણીઓથી ઉના કાગળોમાંથી ઉગતાં સ્મરણોનો ઉત્સવ એટલે પત્રોત્સવ કાર્યક્રમનું આયોજન શ્રોફ રોડ પર  આવેલ દતોપંત ઠેંગડી પુસ્તકાલય, તા. ૨૧ ને  રવિવારે  સવારે ૧૦.૩૦ કલાકે કરવામાં આવ્યુ છે.

પત્ર,કાગળ,ટપાલ....આમ તો ટેકનોલોજીના આજના યુગમાં આ વિસરાતી જતી વિભાવના છે. હવે ઇમેઇલ કે વોટ્સએપ જેવાં માધ્યમથી સંદેશા વ્યવહાર ઝડપથી થાય છે.પણ જે સમયે આવું કઇ નહોતું ત્યારે સંવેદના કે સંદેશા વહાવવા માટે પત્રો સબળ માધ્યમ હતાં.પત્ર તો સામાન્ય માણસો  પણ લખતા અને વાંચતા પરંતુ વિવિધ ક્ષેત્રના અનેક લોકોએ આ પત્રોને પણ સાહિત્યક્રુતિ જેવું સાશ્વંત સ્થાન આપ્યું.

આવા પત્રસંપુટમાંથી કેટલાક આભુષણ રુપી પત્રો અહીં પત્રોત્સવ માટે પસંદ કરાયા છે. આવા કેટલાક પત્રોનું પઠન કરશે ખ્યાતિ શાહ, ધારેશ શુકલ અને અમી પારેખ

આ પ્રસંગે રાજકોટની સાહિત્યપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા પોતાનું રજીસ્ટ્રેશન લાઇબ્રેરી ખાતે વહેલા તે પહેલાના ધોરણે કરાવી લેવા તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:01 pm IST)