Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સરકારે ટેકાના ભાવે હજારો ટન મગફળી ખરીદી, ફેંકાઇ ગયેલી કોંગીને રાજકીય રોટલા શેકવા છે

જિલ્લા ભાજપના અગ્રણીઓ ગણાવે છે સરકારની 'સોળ આની' કામગીરી, વિપક્ષની ટીકાનું 'નિંદામણ' :કપાસનો વિમો તૂર્તમાં મળી જશે

સરકારનો સાથ, જગતાતનો વિકાસ :રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા અને ઉપપ્રમુખ પરસોતમભાઇ સાવલિયા અને નીતિન ઢાંકેચા ખેડૂતોના મુદ્દે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર :સંદિપ બગથરીયા)

 

રાજકોટ, તા. ૧૮ :જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે. સખીયા, મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ભરતભાઇ બોઘરા ઉપપ્રમુખો પરશોતમ સાવલીયા, નીતિન ઢાંકેચા વગેરએ સંયુકત નિવેદનમાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે કોંગ્રેસ સત્તા વિના બેબાકળી બની છે. ચૂંટણી પહેલા નાત-જાતની વાતો કરીને ચૂંટણી લડવા નીકળ્યા હતાં. ચૂંટણી સમયે ખેડૂતો યાદ ન આવ્યા અને હવે સત્તા ન મળતા ખેડૂતો યાદ આવ્યા. કોંગ્રેસની માનસિકતા હંમેશા ખેડૂત વિરોધી જ રહી છે તેમના શાસનમાં પાક વીમો, કપાસ-મગફળીના ટેકાના ભાવ માટે ખેડૂતોએ છાસવારે આંદોલનો કર્યા છે. ખેડૂતોએ પાક વિમા માટે થઇ લાઠી અને ગોળી ખાધી છે. શું કોંગ્રેસ આ બધું ભૂલી ગઇ હશે. ગુજરાતનો ખેડૂત કોંગ્રેસ સરકાર લાઠીઓ વીંઝીઓ તેમજ ગોળીઓ ચલાવી તે આજ સુધી ભૂલી નથી. ખેડૂતોએ નર્મદાના પાણી માટે કોંગ્રેસના શાસનમાં અનેક આંદોલનો કર્યા, પરંતુ કોંગ્રેસ સરકારે કોઇ દિવસ નર્મદાના પાણીનું ટીપુ સિંચાઇ માટે ખેડૂતોને આપ્યું જ નહિ. કોંગ્રેસ સત્તા વગરની થઇ ગઇ એટલે એની યાદશકિત પણ છીછરી થઇ ગઇ છે.

વધુમાં, સખીયા, મેતા, ઢોલ, બોઘરાએ જણાવ્યું હતું કે ભાજપા સરકાર કૃષિના વિકાસની સાથે સાથે ખેડૂતોના હિતનું રક્ષણ તથા તેમની સમસ્યાના નિવારણ માટે સતત સજાગ જ છે. સરકારે લાભ પાંચમથી જ મગફળી ટેકાના ભાવ ખરીદવાની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં ર૬૦ મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી રૂ. ૮૦૦૦ કરોડની મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશી અને હાલના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તાત્કાલીક નિર્ણયોને કારણે ખેડૂતો કૃષિ આવકમાં ડબલ વધારો થયો છે. ગુજરાત સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટેના પ્રયત્નો ઉપરાંત તેઓને સસ્તુ ખાતર, બિયારણ, સિંચાઇની સુવિધા, યોગ્ય ભાવ અને પ્રોસેસીંગના માધ્યમથી આજનો ખેડૂત સુખી અને સમૃદ્ધ બન્યો છે. ઉપરાંત વ્યાજ મુકત ધિરાણની વ્યવસ્થા ઓછા ભાવે ખાતર, કૃષિ-વીમા દ્વારા ખેડૂતોની આર્થિક સુધારા ભાજપા સરકારમાં સહુથી અગત્યની બાબત જો ખેડૂતોના ખેતરે જઇને વૈજ્ઞાનિકોને મોકલીને માટીની ચકાસણી અને ટેકનોલોજી આધારીત ખેતીનું આધુનિકીકરણ કરીને ખેડૂતો પ્રક્રિયા ઓછી કરીને ખેડૂતને સમૃદ્ધ બનાવ્યો છે.

ખેડૂતોના હિતમાં ક્રાંતિકારી નિર્ણયો

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને પરેશાન કરતો ૧૩૪ વર્ષનો જુનો કાળો કાયદાને સરળ અને ખેડૂતલક્ષી બનાવી નવા કાયદા મુજબ ખેડૂતોને પોતાના ખેતરમાં બોર-ટયુબવેલ કે કુવા બનાવવા માટે કોઇ જ પરવાનગી વગર તેઓ કામ કરી શકશે. ઉપરાંત તમામ કાચી કેનાલો ભાજપા સરકાર પોતાના ખર્ચે પાકી બનાવશે.

પાક વીમા સહાય

ગુજરાતની ભાજપા સરકારે પાક વીમા યોજનાનો લાભ મહત્તમ ખેડૂતોને મળે તે ઉદેશ્યથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોએ પાંચ ટકા પ્રીમીયમ ભરવાનું થતું હતું. તેમાં વધારાની ૩ ટકા સુધીની પ્રીમીયમ સહાય રાજય સરકાર તરફથી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પ લાખથી વધુ ખેડૂતોને પાક વીમાના દાવાના કરોડો રૂપિયાની ત્વરિત ચૂકવણી કરી દીધી છે જે કોંગ્રેસને ખબર ન હોય તો તે સરકારમાંથી માહિતી કઢાવીને જોઇ લ્યે ખેડૂતોના નામે રોટલા શેકવાનું બંધ કરીને તે હલકી રાજનીતિ બંધ કરી દેવી જોઇએ. નવી શરતની જમીનને ખેતી-બિન ખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પ્રક્રિયાને ભાજપ સરકારે સરળ બનાવીને ખેડૂતલક્ષી ક્રાંતિકારી નિર્ણય ભાજપા સરકારે લીધો છે.

ખેડૂતોને ૦% વ્યાજે પાક ધિરાણ

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને પાક ધિરાણ ૧૮ થી ર૦ ટકા ના વ્યાજથી ધિરાણ આપતા હતા જે સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને જીરો ટકા (૦%) વ્યાજે પાક ધિરાણની જાહેરાત કરીને ખેડૂતો માટે ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લઇને સાચા અર્થમાં ખેડૂતોના મસીહા બન્યા છે. કોંગ્રેસના મોઢે ખેડૂતોના વિકાસની વાતો શોભતી નથી.

કપાસ પાક વીમો, મગફળી ખરીદી

ગુજરત ભાજપ સરકાર ખેડૂતો-ગરીબો-પીડિતો-વંચિતો અને વિકાસને વરેલી સરકાર છે. સહુનો સાથ, સહુનો વિકાસના મંત્રીને વરેલી સરકાર છે ભાજપા સરકારના હૈયે ધરતી પુત્ર રહેલો જ છે. ધરતીપુત્રએ કરેલી મહેનત સરકાર મળે નહીં જવા દયે. ભાજપ સરકાર ટુંક સમયમાં જ ખેડૂતોને કપાના પાક વીમાનું ચુકવણીની શરૂઆત કરશો. રાજકોટ જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના ખેડુતોની મગફળીનો એક-એક પોપટો ગુજરાત સરકાર ખરીદી કરીને ખેડૂતોનો હામી બનશે. તેમ અગ્રીણઓએ જણાવ્યું હતું.

(12:54 pm IST)