Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિના ૧૦૦ વર્ષ જૂના મુખપત્ર

મોઢ મહોદય દ્વારા રવિવારે અમદાવાદ ખાતે મહાસંમેલન

દેશભરમાંથી જ્ઞાતિ - સંસ્‍થાના ૧૦૦૦થી વધુ ડેલીગેટ્‍સ જોડાશે : સંગઠન અનેસ્ત્રી સશકિતકરણ પર ચર્ચા યોજાશે

‘‘અકિલા'' કાર્યાલય ખાતે મોઢ વણિક સમાજના ૧૦૦ વર્ષ જૂના મુખપત્ર મોઢ મહોદય દ્વારા તા.૨૧ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મહાસંમેલન અંગે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને વિસ્‍તૃત માહિતી આપી હતી. આ તકે મોઢ મહોદયના કારોબારી સભ્‍યો કિરીટભાઈ પટેલ તથા કિરેનભાઈ છાપીયા, મોઢ વણીક યુવા ગ્રુપના મંત્રી કેતનભાઈ પરીખ, રાજકોટ મોઢ વણીક મહાજનના પ્રમુખ ભાગ્‍યેશભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વાડોદરીયા, કેતનભાઈ મેસવાણી તથા સુનિલભાઈ વોરા હાજર રહ્યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ, તા. ૧૮ : સમગ્ર વિશ્વભરમાં પથરાયેલ મોઢ વણિક સમાજની જ્ઞાતિ સંસ્‍થાઓને એક તાંતણે જોડી રાખતી, સંગઠિત કરતી સંસ્‍થા સમસ્‍ત મોઢ વણિક જ્ઞાતિનું ભાવનગરથી પ્રસિદ્ધ થતું એક માત્ર મુખપત્ર મોઢ મહોદય' દ્વારા આગામી તા.૨૧ના રોજ અદમવાદના યજમાનપદે મોઢ વણિક જ્ઞાતિનું મહાસંમેલન મળનાર છે. આ મહાસંમેલન સમાજના સંગઠન અનેસ્ત્રી સશકિતકરણના કાર્યને વેગ આપવા, અલગ અલગ જ્ઞાતિ સંસ્‍થાઓને સંગઠિત કરવાના હેતુ સાથે કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોઢ મહોદય સંસ્‍થાએ ગત વર્ષ ૨૦૧૭ના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા અને સંસ્‍થાએ આખુ વર્ષ શતાબ્‍દી વર્ષ તરીકે ઉજવણી સમગ્ર ભારતના વિવિધ રાજયોમાં શતાબ્‍દી વર્ષના કાર્યક્રમો દ્વારા કરવામાં આવેલ હતી અને સમસ્‍ત મોઢ વણીક સમાજએ પોતીકી સંસ્‍થા મોઢ મહોદયનું શતાબ્‍દી વર્ષ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવ્‍યુ હતું.

મહાસંમેલન અંગે વિસ્‍તૃત માહિતી આપતા રાજકોટ સ્‍થિત મોઢ મહોદયના કાર્યકારિણીના સદસ્‍ય કિરીટભાઈ પટેલ અને કિરેનભાઈ છાપીયાએ જણાવ્‍યુ હતું કે સમગ્ર ભારતના વિવિધ રાજયોના દરેક શહેર - જીલ્લાની જ્ઞાતિ સંસ્‍થાઓના પ્રમુખ તથા કાર્યકારીણીના સદસ્‍યો એમ ૧૦૦૦થી વધુ ડેલીગેટસ ભારતના ઉત્તર - દક્ષિણ, પૂર્વ - પમિ તમામ ઝોનમાંથી ઉમટી પડશે.

અમદાવાદ ખાતે યોજાનાર મહાસંમેલનમાં રાજકોટની જ્ઞાતિ સંસ્‍થાઓ પૈકી મોઢ વણિક સમાજમાંથી પ્રમુખ ધર્મેશ શેઠ, મંત્રી સંજય મણીઆર તથા કા. સભ્‍યો, મોઢ વણિક યુવા ગ્રુપમાંથી ચેરમેન કેતન મેસવાણી, મંત્રી કેતન પારેખ, રાજકોટ મોઢ વણિક મહાજનમાંથી પ્રમુખ ભાગ્‍યેશ વોરા, મંત્રી અશ્વિન વડોદરીયા તથા કા. સભ્‍યો, મોઢ વણિક મિત્ર મંડળમાંથી પ્રમુખ પ્રનંદ કલ્‍યાણી તથા કા. સભ્‍યો, શ્રી માતંગી પાટોત્‍સવ સમિતિમાંથી પ્રમુખ શ્રેયાંસ મહેતા તથા કા. સભ્‍યો, મોઢ વણિક સમાજ મહિલા મંડળમાંથી પ્રમુખ સરોજબેન ભાડા તથા કા. સભ્‍યો, મોઢ વણિક મહિલા સત્‍સંગ મંડળમાંથી પ્રમુખ ગીતાબેન એ. પટેલ તથા કા. સભ્‍યો સહિતના જ્ઞાતિ અગ્રણીઓ તા.૨૧ને સવારના ૫ વાગ્‍યે મોઢ વણિક વિદ્યાર્થી ભુવન, રજપૂતપરા ખાતેથી જવા રવાના થશે.

તા.૨૧ના રોજ ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે મોઢ મહોત્‍સવ દ્વારા આયોજીત સમગ્ર ભારતના જ્ઞાતિ મંડળોનું મહાસંમેલન સવારે ૯ વાગ્‍યે શ્રી કિરીટભાઈ મથુરાદાસ મહેતા (મુંબઈ) અને શ્રીમતી મીનાબેન પારેખના પ્રમુખ સ્‍થાને શુભારંભ થશે. આ તકે જ્ઞાતિ અગ્રણીઓ કિશોરભાઈ માસ્‍ટર (મુંબઈ), રાજુભાઈ ગાંધી (મુંબઈ), દિપકભાઈ ગાંધી (બરોડા), વિમલભાઈ ગાંધી (પાટણ), પ્રવિણભાઈ શાહ (અમદાવાદ), રશ્‍મીકાંતભાઈ મહેતા (સુરેન્‍દ્રનગર), નિરંજનભાઈ મહેતા (રાજકોટ), નરેશભાઈ કોઠારી (ભાવનગર), મધુબેન મહેતા (કોલકતા), પૂર્ણિમાબેન પારેખ (મુંબઈ), જયોતિબેન ગાંધી (ભાવનગર), વસુબેન મહેતા (અમદાવાદ) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ સંમેલનને આખરી ઓપ આપવા મોઢ મહોદયની સમગ્ર ટીમ પ્રમુખ શ્રી હર્ષદભાઈ શાહ તથા માનદ્‌મંત્રી દિપકભાઈ ધોળકીયાની રાહબરીમાં સર્વેશ્રી ધર્મેન્‍દ્રભાઈ પરીખ, કિરીટભાઈ પટેલ, કિરેનભાઈ છાપીયા, સુનિલભાઈ પારેખ, ઈન્‍દ્રવદનભાઈ પરીખ, સુરેશભાઈ મુછાળા, અવિનાશભાઈ મહેતા, કેતનભાઈ મારવાડી, મનોજભાઈ પરીખ, યોગેશભાઈ વડોદરીયા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:44 am IST)