Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગંજીવાડામાં પત્નિ સાથે ઝઘડતાં ભુરાને બે સાળાએ તલવાર ઝીંકી

રાજકોટ તા. ૧૮: ગંજીવાડા ભવાની ઇન્ડસ્ટ્રીઝ સામે ઝૂપડામાં રહેતાં ભુરો રામજીભાઇ સિંધવ (ઉ.૨૨) નામના સરાણીયા યુવાનને તે તેની પત્નિ તેજલ સાથે ઝઘડો કરતો હોઇ બાજુમાં જ રહેતાં બે સાળા કિશન હકાભાઇ ચોૈહાણ અને બિજલે ધોકા-તલવારથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને ધીરેનભાઇ ગઢવીએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(10:22 am IST)