Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કેશુભાઇ પટેલને ગુજરાતની પ્રજા કયારેય નહીં વિસરે : જયેશ રાદડીયા

રાજકોટ તા. ૩૧ : 'ગુજરાત ભાજપના પાયાના પત્થર એવા ખેડુતો-વંચિતોના આદરપાત્ર કેશુભાઇ પટેલને લોકો કયારેય વિસરી નહીં શકે' તેમ શ્રધ્ધા સુમન અર્પણ કરતા રાજયના પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે કેશુભાઇ લોકનેતા હતા. મારા પિતાશ્રી સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા માટે પણ કેશુભાઇ એક આદર્શ ખેડુત નેતા હતા. રાદડીયા પરિવાર માટે કેશુભાઇ એક વડીલની ભુમિકા સારતા હતા. અમે એક આદર્શ માર્ગદર્શક ગુમાવ્યા છે.

(3:06 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST