Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

મ.ન.પા.પોપટપરામાં બે હજાર ફલેટ બનાવશે

૩૦ અને ૪૦ ચો.મી કારપેટમાં અંદાજીત ૧૭૨ કરોડનો ખર્ચે આવાસો તૈયાર થશે : ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા. ૩૧ : મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી ગૃહ યોજના હેઠળ ગરીબ પરિવારોને ઘરનંુઘર આપવાની યોજના હેઠળ પોપટ પરામાં વેર હાઉસ વિસ્તારમાં ૩૦ ચો.મી અને ૪૦ ચો.મી કારપેટનાં  કુલ ૧૯૪૪ ફલેટની આવાસ યોજના બનાવવામાં આવનાર છે. આ આવસનાં નિર્માણ માટેે તંત્ર દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કર્યા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કોર્પોરશેન દ્વારા ટી.પી સ્કીમ ૧૯ પોપટ પરાનાં વેર હાઉસ વિસ્તારમાં  ઇ.ડબ્લ્યુ-૧ અને  ઇ.ડબ્લ્યુ-૨નાં ૧૯૪૪ ફલેટની આવાસ યોજના સાકાર થનાર છે.

જેમાં ૧ બીએચકેના ૯૮૪ ફલેટ બનશે આ ફલેટ ગરીબ પરિવારોને આપવામાં આવશે જે ૩૦ ચો.મી. કારપેટના હશે અને તેની કીમત રૂ.૩ લાખની છે.

જયારે ૪૦ ચો.મી. કારપેટ વાળા ફલેટ રૂ.૫.૫૦ લાખમાં  લાભાર્થીઓને અપાશે આવા કુલ ૯૬૦ ફલેટ બનાવાઇ રહ્યા છે.

આ આવાસ યોજનાનાં કુલ ૧૯૪૪ ફલેટ અંદાજીત ૧૭૨ કરોડનાં ખર્ચેતૈયાર થશે. જેના નિર્માણ માટે તંત્ર દ્વારા રસ ધરાવતા કોન્ટ્રાકટરો પાસે ભાવો મંગાવવા ટેન્ડરો પ્રસિધ્ધ કર્યા છે.

આમ મ્યુ.કોર્પોરેશન દ્વારા વધુ ૧૯૪૪ પરિવારોનો તેઓના ''ઘરના ધર''નું સ્વપ્ન સાકાર કરવા જઇ રહ્યું છે.

ટેન્ડર ફાઇનલ થયા બાદ યોજનાના ફોર્મનું વિતરણ

રાજકોટ : પોપટપરા વિસ્તારમાં નિર્માણ થનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૯૪૪ ફલેટના નિર્માણ માટે ટેન્ડરો પ્રસિદ્ધ થઇ ગયા છે. જો કે આ ટેન્ડરો ફાઇનલ થયા બાદ તેના ફોર્મનૂં વિતરણ શરૂ થશે એટલે કે સંભવત દિવાળી બાદ આ આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થાય તેવી શકયતા છે.

(2:35 pm IST)