Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

લોખંડી પુરૂષ સરદાર પટેલની તસ્વીરને કોંગ્રેસના પ્રદેશ આગેવાનો દ્વારા પુષ્પાંજલી

રાજકોટ : આજે દેશના લોખંડી પુરૂષ અને દિગ્ગજ દિવંગત નેતા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી છે. ત્યારે રાજકોટમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એ.આઇ.સી.સી.સેક્રેટરી રાજીવ સાતવે ત્રીકોણ બાગે ધરણા દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલની તસ્વીરને ફુલહાર કરી પુષ્પાંજલી અર્પી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:34 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST