Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સરયુબેન શેઠની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે આજે - કાલે ઓનલાઈન સંગીતનું નજરાણું

તબીબો સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો સૂર પીરસશે : ચંદ્રકાંતભાઈ શેઠ

રાજકોટ : સ્વ.સરયુબેન સી. શેઠની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ ઉપલક્ષમાં રોયલ એકેડમી ઈન્ડિયા પ્રેરીત સ્વ.સરયુબેન શેઠના સ્વજનો તથા જોડાયેલા દરેક ગ્રુપ દ્વારા આજે શનિવારે અને કાલે રવિવારે સાંજે ૬:૩૦ થી ૮:૩૦ નવા જૂના યાદગાર ગીતોનો લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રોયલ એકેડમી આયોજીત આ કાર્યક્રમમાં સ્માઈલ કરાઓકે કલબના કિશોરભાઈ મંગલાણીના સંગીત ગ્રુપ અને સ્વ.સરયુબેન શેઠના સ્વજનો તથા સંવેદના ગ્રુપના મધુભાઈ મહેતા વગેરે ગીત - સંગીત ગ્રુપના ડો.સુધીરભાઈ શાહ તથા સ્વ.સરયુબેનના સ્વજનો દ્વારા કાર્યક્રમ યોજાશે. યુ ટ્યુબ - https://www.youtube.com/channel/UCpDwOBe 7v5UWA2WcCwgBIQ, ફેસબુક - https://www.facebook.com/CM-Sheth-100759931774847/, ઝૂમ - Meeting ID : 396 106 5038, Password : 106 ઉપરની ત્રણેય લીંક દ્વારા આ કાર્યક્રમને માણી શકાશે.

આ કાર્યક્રમમાં ગાયક કલાકારો કિશોરભાઈ મંગલાણી (સ્માઈલ કરાઓકેના સંચાલક), મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, મધુકરભાઈ મહેતા (સંવેદના ગ્રુપના સંચાલક), ડો.દિનેશભાઈ શ્રીમાંકર, ડો. રંજનાબેન શ્રીમાંકર, સંજીવભાઈ દોશી, સ્વાતીબેન દોશી, ડો.સુધીરભાઈ શાહ (ગીત - સંગીત ગ્રુપના સંચાલક), જયોતિબેન શાહ, દિવ્યકાંતભાઈ પંડ્યા, જીતેન્દ્રભાઈ ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, ડો.મુકેશભાઈ ઉદાણી, મનીષાબેન ઉદાણી, હીનાબેન કોટડીયા, રીષીકા શેઠ, પંકજભાઈ ઝીબા, સુરેશભાઈ વાસદાણી, અશોકભાઇ ચંદ્રાવાડીયા, સાધનાબેન વિભાકર, ડો.ઉમંગભાઈ સિહોરા, રૂષભભાઈ શેઠ, જહાન્વીબેન ચોવટીયા (શેઠ), જેશલબેન શેઠ, માલાબેન ભટ્ટ, ડો. રાજેશ તૈલી, ડો.જનક ઠક્કર, ભૂમિબેન પટેલ, કિંજલબેન પરમાર, મનુભાઈ કોટડીયા, ભાવેશભાઇ કક્કડ, ભાવેશભાઈ કક્કડ, કૃપાબેન પુરોહિત, હિતેશભાઈ અનડકટ, વાલજીભાઈ ખોલીયા (નિજાનંદ ગ્રુપ) રજૂઆત કરશે. આ પ્રસંગે માલાબેન ભટ્ટ તથા પંકજભાઈ ભટ્ટ (ચેરમેન સંગીત એકેડમી ગુજરાત) પણ સંગીત પીરસવાના છે. સંકલન કિશોરભાઈ મંગલાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, મધુકરભાઈ મહેતા તથા ડો.દિનેશ શ્રીમાંકર, પ્રીતીબેન ભટ્ટ તથા વિદીતીબેન ભીમાણી માર્ગદર્શક તરીકે સેવા આપશે.

(2:33 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST