Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સંતકબીર રોડ અને કોઠારિયા સોલવન્ટ પાસે વરલીનો જુગાર રમાડતા બે પકડાયા

બી ડીવીઝન પોલીસે ભરત ગોહેલ અને આજીડેમ પોલીસે ભરત મારડીયાની ધરપકડ કરી

રાજકોટ,તા. ૩૧: સંતકબીર રોડ પર બી ડીવીઝન પોલીસે અને આજીડેમ પોલીસે કોઠારિયા સોલવન્ટ પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ એમ.બી ઔસુરાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વી.જે.ધગલ અને કોન્સ. મિતેશભાઇ આડેસરા સહિતે બાતમીના આધારે સંતકબીર રોડ પર નકલંક પાન પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા ભરત હરીભાઇ ગોહેલ, (ઉવ.૩૦) (રહે. ભગીરથ સોસાયટી સંતકબીર રોડ)ને પકડી લઇ રૂ. ૧,૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કે.આર. ઝાલા તથા શૈલેષભાઇ નેચડા સહિતે કોઠારિયા સોલવન્ટ હુસેની ચોક પાસે દરોડી પાડી વરલી ફીચરનો જુગાર રમતા ભરત વલ્લભભાઇ મારડીયા (ઉવ.૫૬) (રહે. નુરાનીપરા કોઠારિયા સોલવન્ટ)ને પકડી લઇ રૂ. ૭૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:31 pm IST)
  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST