Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

માર્કેટ યાર્ડ પાસેથી રીક્ષામાં દારૂની પ૯ બોટલ સાથે મેહુલ ઉર્ફે ખલી પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ મહેશ મુછડીયાની શોધખોળ

રાજકોટ, તા., ૩૧: માર્કેટ યાર્ડ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી રીક્ષાની પાછળની સીટ નીચે ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેરી કરતા શખ્સને પ૯ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભાઇ ગઢવી, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા તથા જીજ્ઞેશભાઇ મારૂ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. વિક્રમભાઇ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે માર્કેટ યાર્ડ નજીક માસુમ વિદ્યાલય સામેથી જી.જે.૩ એયુ -૪૦પપ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા રીક્ષાની પાછળની સીટ નીચે ચોરખાનામાંથી રૂ. ર૩૬૦૦ની કિંમતની દારૂની પ૯ બોટલ મળી આવતા ચાલક મેહુલ ઉર્ફે ખલી ચંદુભાઇ રાવળ (ઉ.વ.ર૮) (રહે. માંડા ડુંગર પાસે પિત્રુવાટીકા સોસાયટી શેરી નં. ૪ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:30 pm IST)