Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

રૈયા રોડ શિવપરાના જયાબેન ગોસ્વામીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ હનુમાન મઢી પાછળ જુની ગણેશ વિદ્યાલય પાસે શિવપરા-૧મા રહેતાં જયાબેન કિરીટભાઇ ગોસ્વામી (ઉ.વ.૫૪) કેન્સરની બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતર અને સંદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ હયાત નથી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:31 am IST)
  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST