Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મવડીમાં ગેરકાયદે મકાન તોડી પાડતુ મ્યુ. કોર્પોરેશન

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાએ આજે સવારે વોર્ડ નં. ૧૧ નાં મવડી વિસ્તારમાં આવેલ. સોરઠીયા પાર્કમાં આવાસ યોજનાના અનામત પ્લોટમાં દબાણ કરી ૧પ૦ ચો. મી. ક્ષેત્રફળમાં ચણતર કરાયેલ મકાનનું ડીમોલીશન કરી ૯૦ લાખની જમીનને દબાણ મુકત કરાવેલ તે વખતની તસ્વીર. આ ડીમોલીશનમાં મ્યુનિ. કમિશનરશ્રીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર આર. એમ. મકવાણા, અજય એમ. વેગડ, વી. એમ. મકવાણા, આસી. એન્જીનીયર એડી. આસી. એન્જીનીયર હેડ સર્વેયર વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:52 pm IST)