Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સીલસીલો યથાવતઃ મોચીબજાર ચોક વિસ્તારમાં દસ દિવસમાં ત્રીજી વખત પાણી લાઈનમાં ભંગાણ

વોર્ડ નં. ૨ અને ૩ના અડધા વિસ્તારોમાં બપોર સુધી પાણી વિતરણ નહિ થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો

રાજકોટ, તા. ૩૧ :. શહેરના મોચી બજાર ચોક વિસ્તારમાં પાણીની લાઈન તૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે. આજે સવારે ફરી આ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા વોર્ડ નં. ૨ અને ૩ના અડધા વિસ્તારોમાં બપોર સુધીમાં પાણી વિતરણ નહી થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના હોસ્પીટલ ચોકમાં ટ્રાયએંગલ ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ ખટારા સ્ટેન્ડ ચોકમાં ૬૦૦ મી.મી. ડાયા પાઈપલાઈન પ્રેશરના કારણે છૂટી પડી જવા પામી હતી. જેના કારણે આસપાસના રસ્તા પર પાણીની રેલમછેલ થવા પામી હતી. વધુમાં આ વિસ્તારની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ થતા વોર્ડ નં. ૨ના કાશી વિશ્વનાથ પ્લોટ તથા વોર્ડ નં. ૩ના જંકશન, મોચી બજાર, ગાયકવાડી સહિતના વિસ્તારમાં પાણીના વિતરણમાં ધાંધીયા સર્જાયા હતા. આ ઉપરોકત ઘટનાની જાણ મ.ન.પા. તંત્રને થતા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી.વોર્ડ નં.૩ માં આવેલી મોચી બજાર વિસ્તારમાં ખટારા સ્ટેન્ડ ચોકમાં ૬૦૦ મીમી ડાયા પાઇપલાઇન લીકેજ થયેલ હોય જયુબીલી હેડકવર્કસથી વિતરણ થતા જંકશન સાઇડના વિસ્તારોમાંં અત્રે નોધનીય છે કે ગત સપ્તાહમાં બે વખત આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન તુટવા પામી હતી.

(3:52 pm IST)