Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ ગ્રામ્યની મહત્વની SOG-LCB બ્રાંચમાં પી.આઈ. જાડેજા અને ગોહીલની નિમણૂંક

રાજકોટઃ. જીલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા દ્વારા રાજકોટ રૂરલની બે મહત્વની બ્રાંચ એસ.ઓ.જી. અને એલ.સી.બી.માં અનુક્રમે પી.આઈ. સંજયસિંહ જાડેજા અને પી.આઈ. એ.આર. ગોહિલની નિમણૂંક કરાતા બન્નેએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. ગોંડલ પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા સંજયસિંહ જાડેજાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી.ના શ્રી એ.આર. ગોહિલને એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ)માં નિમણૂંક આપવામાં આવી છે.

(3:25 pm IST)