Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વડાપ્રધાન સાથેના સંવાદવાળો રાજકોટ પૂરવઠાના તા.૩ ના કાર્યક્રમમાં ધરખમ ફેરફારઃ હવે ૧૮ વોર્ડમાં ૧૮ કાર્યક્રમઃ દરેક સ્થળે ૪૦૦ લાભાર્થી

તો ૭૩૦ સસ્તા અનાજની દુકાનો ઉપર રપને બદલ. ૭૦૦ ''NFSA'' કાર્ડ હોલ્ડરોને બોલાવાયા... : મોડી રાત્રે વીસીમાં સૂચનાઃ નિગમમાં ગોડાઉન પરથી ર૪ કલાક લીફટીંગ ચાલૂઃ DSO દેસાઇ દ્વારા કાર્યવાહી : તા.૩ના કાર્યક્રમ સવારે ૧૧-૩૦ વાગ્યે શરૂ થશેઃ નરેન્દ્રભાઇ બપોરે ૧રાા વાગ્યે ''વચ્ચયુઅલ'' હાજર રહી કાર્ડ હોલ્ડરો-દુકાનદારો સાથે સીધો સંવાદ કરશેઃ તમામ સ્થળે લાઇવ પ્રસારણ કરવા કાર્યવાહી કુલ ૮૦ હજાર કાર્ડ હોલ્ડરોનેમફત અનાજ અપાશે

રાજકોટ તા.૩૧ : રાજય સરકાર પ વર્ષ પૂરા કરી રહી છે, અને તે સંર્દભે કાલથી તા.૯ દરમિયાન રાજયભરમાં કાર્યક્રમોની હારમાળા છે. તેમાં તા.૩ ના રોજ વડાપ્રધાન અન્ન સહાય યોજના હેઠળ ''NFSA'' કાર્ડ હોલ્ડરોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ અને મૂખ્યમંત્રી શ્રી વિજયભાઇની ઉપસ્થિતિમાં રાજય વ્યાપી અન્ન સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો છે. ગઇકાલે સાંજ સૂધી રાજકોટ જીલ્લાની ૭૩૦ જેટલી સસ્તા અનાજની દુકાનો ઉપર દુકાન દીઠ રપ-રપ''NFSA'' કાર્ડ હોલ્ડરોને બોલાવી લાઇવ અનાજ વિતરણનો કાર્યક્રમ ફાઇનલ કરાયો હતો, પરંતુ મોડી રાત્રે આ કાર્યક્રમ એકાએક ફરી ગયો છે, અને મોડી રાત્રની વીસીમાં આખો નવો જ કાર્યક્રમ અપવાનું સાધનોએ કહ્યું હતું.

આ કાર્યક્રમ હવે તા.૩ ના સવારે ૧૧-૩૦ વાગ્યે શરૂ થશે અને બપોરે ૧રાા વાગ્યે વડાપ્રધાન ડાયરેકટ દિલ્હીથી ''વચ્ચયુલ'' લાઇવ આપવાના હોય કોઇ વિવાદવાળી બાબત ન બને તે માટે કલેકટર-પુરવઠાતંત્ર ધંધે લાગી ગયું છે. અધુરામાં પુરૂ નરેન્દ્રભાઇ કોઇ કાર્ડ હોલ્ડરો અને દુકાનદારો સાથે સીધો સંવાદ કરે તેવીશકયતાએ તે પ્રમાણે આખા અંકોડા ગોઠવાઇ રહ્યા છે.

દરમ્યાન પુરવઠાનો આખોજે કાર્યક્રમ ફર્યો તે મુજબ રાજકોટના ૧૮ વોર્ડમાં સ્થળ નકકી ૧૮ કાર્યક્રમ થશે, અને દરેક સ્થળે ૪૦૦-૪૦૦ ''NFSA'' કાર્ડ હોલ્ડર લાભાર્થીને બોલાવાયા છે., આ ઉપરાંત ૭૩૦ દુકાનો ઉપર પણ લાઇવ પ્રસારણ થશે, અને હવે દુકાન દીઠ રપને બદલે ૭૦૦ ને બોલાવાયા છે આમ કુલ હવે ૮૦ હજાર લોકોને રાજકોટ શહેર-જીલ્લામાં તા.૩ ના રોજ એક જ દિવસે અનાજ અપાશે.દરમિયાન પુરવઠાનો કાર્યક્રમ ફરતા અને લાભાર્થીઓની સંખ્યા વધતા પુરવઠા નિગમના ગોડાઉનમંથી રાઉન્ડ ધ કલોક ર૪ કલાક લીફટીંગ શરૂ કરાયું છે. DSO શ્રી દેસાઇ અને તેમની ટીમ તથા પુરવઠા નિગમના મામલતદાર શ્રી સખીયા અને અન્યો કાર્યવાહી કરી રહ્યા છે.

(3:21 pm IST)