Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નિમિતે

શિક્ષણ સમિતિની સ્કુલના વિદ્યાર્થઓના આરોગ્યની વિનામુલ્યે તપાસ-સારવાર થશેઃ ડો. અતુલ પંડયા

ઇન્ડીયન મેડિકલ અ઼ેસોસીએશન, પિડિયાટ્રીક એસોસીએશન અને ભાજપ ડોકટર સેલ દ્વારા સંયુકત આયોજન

રાજકોટ તા. ૩૧: ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની સેવા-સંવેદના સાથે ઉજવણી કરવાના ધ્યેય સાથે રાજકોટના તબીબોએ આગામી વર્ષ દરમિયાન રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શહેરની પ્રાથમિક શાળાના અંદાજે ૩૧ હજારથી વધુ બાળ વિદ્યાર્થીઓના આરોગ્યની વિનામુલ્યે તપાસ-સારવાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન, પિડિયાટ્રીક એસોસીએશન અને ભાજપ ડોકટર સેલ દ્વારા સંયુકત ઉપક્રમે બાળકોની તંદુરસ્તી બરકરાર રહે એ માટે પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણ સમિતિની તમામ શાળાના બાળકોના આરોગ્યની વિનામુલ્યે ચકાસણી કરવામાં આવશે અને જરૂર મુજબ સારવાર પણ કરવામાં આવશે એમ ભાજપ ડોકટર સેલના નવનિયુકત પ્રદેશ સંયોજક અને જાણીતા પેથલોજીસ્ટ ડો. અતુલ પંડયાએ જણાવાયું છે.

ડોકટર સેલના સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક ડો. અમીત હપાણી, ભાજપ ડોકટર સેલ-રાજકોટના નવ નિયુકત કન્વીનર ડો. ચેતન લાલસેતા તથા ડો. નરેન્દ્ર વિસાણીએ જણાવ્યું હતું કે, હવે બાળકો વ્યસન મુકત રહે અને દરેક બાળકની તંદુરસ્તી જળવાઇ રહે એ માટે અમે પ્રયાસો હાથ ધરવાના છીએ.

વિનામુલ્યે યોજાનારા આ તપાસ અને સારવારના કાર્યક્રમમાં રાજકોટના જાણીતા બાળરોગ નિષ્ણાત તબીબો જેવા કે ઇન્ડીયન એકેડેમી ઓફ પિડિયાટ્રીકના ઇન્ફેકશન ડિસિઝ ચેપ્ટરના ચેરપર્સન ડો. યજ્ઞેશ પોપટ, આઇ.એમ.એ. મહિલા વિંગના પ્રેસીડન્ટ ડો. સ્વાતિ પોપટ, આઇ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ ડો. જય ધીરવાણી, ડો. મેહુલ મિત્રા, ડો. જયેશ સોનવાણી, ડો. એન. એન. સંખારવા, ડો. નયન કાલાવડીયા, ડો. ધનંજય શાહ, ડો. દિનેશ શ્રીમાંકર, ડો. હિમાંશુ વૈદ્ય, ડો. જય વિરાણી, ડો. રાકેશ પટેલ, ડો. મનિષા પટેલ, ડો. સમીર ઠકરાર, ડો. રાજન રામાણી, ડો. તૃપ્તિ વૈશ્નાણી, ડો. ઉર્વી સંઘવી, ડો. પ્રિતેશ પંડયા, ડો. દિવ્યાંગ ભિમાણી, ડો. નિરવ કરમટા, ડો. જીજ્ઞા પટેલ, ડો. મૌલીક કોરવાડીયા, ડો. અનિલ ત્રાંબડીયા, ડો. હિતેશ બાંભાણી, ડો. સુધીર રૂઘાણી વગેરે સેવા આપશે.

એફ.પી.એ.ના અગ્રણી ડો. એમ. કે. કોરવાડીયા, ડો. કે. એમ. પટેલ, ડો. રશ્મી ઉપાધ્યાય, જનરલ પ્રેકટીશનર ફેડરેશનના પ્રમુખ ડો. શૈલેષ વસાણી, ચેરમેન ડો. વિશાલ ભિમજીયાણી, ડો. જયેશ રાજયગુરૂ, કોઠારીયા રોડ ડોકટર એસોસીએશનના ડો. નરેન્દ્ર વિસાણી, મવડી પ્લોટ ડોકટર એસોસીએશનના ડો. ભરત વેકરીયા, ડો. મોહિત પાંભર, ડો. મહેશ શીંગાળા, જામનગર રોડ ડોકટર એસોસીએશનના ડો. રમેશ સાપરા, ડો. સંજય વખારીયા, ડો. કિશોર દેવળીયા, ગાંધીગ્રામ ડોકટર એસોસીએશનના ડો. દેવેશ જોષી, ડો. નિખિલ રાઠોડ, ડો. અરવિંદ ભટ્ટ, કાલાવડ રોડ ડોકટર એસોસીએશનના ડો. મનિષ ગોસાઇ, ડો. પ્રશાંત ગણાત્રા, ડો. એમ. વી. વેકરીયા, ઇસ્ટઝોન રણછોડનગર ડોકટર એસોસીએશનના ડો. આશિષ ડાભી, ડો. પાર્થ ઢાંકેચા, ડો. મનોજ ઠેસીયા, ડો. સમીર ખૂંટ સહિતના તબીબોની ટીમ આ સેવા યજ્ઞમાં જોડાશે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયા, ગુજરાત આઇ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, આઇ.પી.પી. ડો. જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઇલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. તેજસ કરમટા, ગુજરાત આઇ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત હપાણી, ડો. એમ. કે. કોરવાડિયા, ડો. ભાવિન કોઠારી, આઇ.એમ.એ.-રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડો. નિતીન લાલ, ડો. વિપુલ અઘેરા, ડો. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ આ સેવાયજ્ઞ માટે સતત કાર્યરત છે. આઇ.એમ.એ.ના મિડિયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે. 

(2:50 pm IST)