Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલની મીટીંગઃ દિવંગતોને શ્રધ્ધાંજલી

રાજકોટઃ ઘણાં લાંબા સમય પછી કોવીડ-૧૯નાં વિરામ બાદ RAC (રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ)ની મીટીંગ ભૂતખાના ચોકમાં આવેલ મેસોનીક હોલ ખાતે યોજાઈ હતી. આ મીટીંગમાં મહત્તમ મેમ્બર્સ હાજર રહ્યા હતા. કોવિડ-૧૯ દરમ્યાન રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલની સાથે જોડાયેલા મિત્રો (સેલ સર્વીસ- દિપકભાઈ શાહ, ચારૂ પબ્લીસીટી- હરીશભાઈ પારેખ, હેમ પબ્લીસીટી- જતીનભાઈ ગણાત્રા) તથા અન્ય અખબાર સાથે જોડાયેલા પત્રકાર તથા સ્ટાફ મિત્રો જે કોરોનાથી દુઃખદ અવસાન પામ્યા હતા. તેઓને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી તથા હાલ કોવિદ-૧૯ને અનુરૂપ એપેક્ષ એડવર્ટાઈઝીંગનાં શ્રી તુષારભાઈ ઝવેરીએ કોવિડ-૧૯માં આપણે શું સંભાળ લેવી જોઈએ તેના માટે પ્રવચન આપ્યું હતું. સમગ્ર  મીટીંગનું સંચાલન એડેકસ મીડિયા લીંકસનાં જયેશભાઈ સોનાએ સંભાળ્યું હતું. ત્યારબાદ સ્વરૂચિ ભોજન લઈ રાષ્ટ્રગીત સાથે મીટીંગનું સમાપન કરવામાં આવ્યું હતું.

(2:49 pm IST)