Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ જિલ્લા ભાજપ શિક્ષણ સેલના કન્વીનરપદે ડો. બીપીન સાવલીયા

રાજકોટ તા. ૩૧ : જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેલના કન્વીનર્સની નિમણુંક કરવામાં આવતા શિક્ષણ સેલના કન્વીનર તરીકે પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષણવિદ્દ ડો. બિપીન ટી. સાવલીયાની નિમણુંક કરાઇ હતી. ડો. સાવલીયા એમએસસી પીએચડી, એમએડ પીચએચડી, પીજીડીસીએ સ્પે. એલએલબી સહીતની પદવીઓ ધરાવે છે. બીએડ્.માં તેઓ યુનિવર્સિટી ફસ્ટ રહ્યા હતા. પંજબ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બેસ્ટ રીસર્ચ પેપર વિજેતા બની ચુકયા છે.  તેઓ જિલ્લા યુવા ભાજપમાં મત્રી તરીકે તેમજ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે તેમજ આલ્ફા સ્પોર્ટસ કલબ અને સ્ટુડન્ટસ ગ્રુપ ઓફ સાયન્સના પ્રમુખ તરીકે રહી ચુકયા છે.

તેઓની નિમણુંકને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનિષભાઇ ચાંગેલા, પ્રદેશ ભાજપ શિક્ષણ સેલના કન્વીનર ડો. મહેન્દ્રભાઇ પાડલીયા તેમજ જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ છે. 

(2:48 pm IST)