Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વિદેશી દારૂના ગુનામાં ફરાર રસીકને ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. ૩૧: પરાપીપળીયા પાસેથી પકડાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબી રોડ જકાત નાકા પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ, કુલદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. મહેશભાઇ ચાવડાને મઇેલી બાતમીના આધારે મોરબી રોડ જકાત નાકા પાસેથી રસીક જયંતીભાઇ દુધાગ્રા (ઉ.વ. ૩૧) (રહે. સેટેલાઇટ ચોક પ્રગતિ સ્કુલ વાળી શેરી નં. ૩, મૂળ ચણોલા તા. પડધરી) ને પકડી લીધો હતો. રસીક ઇમીટેશનનો વેપાર કરે છે. પરાપીપળીયા પાસે કિંગ રેસીડેન્સી પાસેથી તા. ૩ના રોજ દારૂની ૧૬ બોટલ સાથે અજય હંસરાજભાઇ સોલંકી (રહે. ખોરાણા) પકડાયો હતો. તેની પૂછપરછમાં રસીક દુધાગ્રાનું નામ ખુલ્યું હતું. અગાઉ પકડાયેલા અજય સોલંકીને પાસામાં ધકેલી દેવાયો હતો અને રસીક દુધાગ્રા ફરાર હતો. 

(2:48 pm IST)